________________
રતંભનપુરના લેખે ન. ૪૫૦] ( ૩૨૩)
અવલોકન. (૩૩-૩૪) તેમાં પાર્શ્વનાથની પ્રતિમાને “ચિન્તામણિ પાર્શ્વનાથનામે સ્થાપના કરી. (૩૫) એ પ્રતિમા ૪૧ આંગળ ઉંચી અને શેષનાગથી સેવિત હતી. (૩૬) તેમજ મસ્તક ઉપર સર્પની સાત ફણાઓ કોતરેલી હતી. (૩૭–૩૮).
આ પછી, ૨૧ લોકમાં, આ બંને ભાઈઓએ કરાવેલા ચિંતામણિ પાર્શ્વનાથ નામના મંદિરનું, કે જેમાં ઉપર્યુક્ત પ્રતિમાઓ સ્થાપન કરવામાં આવી હતી તેનું વર્ણન આપવામાં આવ્યું છે. તે આ પ્રમાણે –
એ મંદિરમાં બાર સ્તંભ હતા, અને છ દ્વારે હતાં. સાત ન્હાની ન્હાની દેવકુલિકાઓ હતી અને બે દ્વારપાલેની મૂર્તિઓ હતી. મૂલ પ્રતિમાની આસપાસ બીજી પંચવીસ ઉત્તમ મૂતિઓ સ્થાપન કરવામાં આવી હતી. એ મંદિરમાં વળી, એક ભવ્ય ભૂમિગૃહ (ર્ભોયરૂં ) હતું જેને ૨૫ પગથિ હતાં. એ પાનની સામેજ સુંદરકૃતિવાળી ગણેશની મૂર્તિ બેસાડેલી હતી. એ ભૂમિગૃહ સમચતુરસ (ચેરસ) હતું અને દશ હાથે જેટલું ઉંચું હતું. એની અંદર બીજી જ્હાની ન્હાની ૨૬ દેવકુલિકાઓ હતી અને પાંચ એનાં દ્વાર હતાં. એ ભૂમિગૃહને પણ બે દ્વારપાલે હતા, તેમજ ચાર ચામરધારકે હતા. એની વેદિકા ઉપર ૩૭ આંગળ પ્રમાણ આદિનાથની, ૩૩ આંગળ પ્રમાણ મહાવીરદેવની અને ર૭ આંગળ પ્રમાણ શાંતિનાથની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. વળી એ ભૂમિગૃહમાં ૧૦ હાથિઓ અને ૮ સિંહે કેરેલા હતા. આવી રીતે થંભતીર્થ (ખંભાત) માં ભૂષણ સમાન
અને જોવાલાયક એ મંદિર ઉક્ત બંને ભાઈઓએ બંધાવ્યું હતું. (૩૯-૫૯).
છેવટના ત્રણ લેકમાં, આ પ્રશસ્તિ બનાવનાર વિગેરે ઉલ્લેખ કરવામાં આવ્યું છે-કમલવિજય કેવિદના શિષ્ય હેમવિજયક કવિએ
* * *વિજયપ્રશસ્તિ' નામના કાવ્યની રચના કરનાર આજ હેમવિજય કવિ છે. કીતિકલ્લોલિની આદિ બીજી પણ અનેક કૃતિઓ એમની કરેલી છે. જુઓ વિજય પ્રશરિત કાવ્યની પ્રશસ્તિ લે. 9-9.
૭૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org