________________
પ્રાચીન જેનલેખસંગ્રહ. ( ૩૨૪ ) [ સ્તંભનપુરના લેખ ન. ૪૫૦ આ પ્રશસ્તિની રચના કરી હતી અને લાભવિજય પંડિતે એનું સંશેધન કર્યું હતું. કીર્તિવિજય નામના તેમના ગુરૂબંધુએ શિલા ઉપર લખી આપી હતી અને શ્રીધર નામના શિલ્પિએ (સલાટે) તેને કતરી કાઢી હતી.
છેવટે જે ગદ્યભાગ છે તેમાં પણ ટુંકાણમાં આ આખા લેખની મુખ્ય હકીકત પુનઃ આપી દેવામાં આવી છે.
- આ પ્રશરિતમાં આપેલું વર્ણન વિજયપ્રશસ્તિ કાવ્યના ૧૧ મા સર્ગમાં પણ અક્ષરેઅક્ષર આપેલું છે. એટલું જ નહિં પરંતુ આમાંના ૩૭, ૩૮, ૩૯ અને ૧૯ નંબરનાં પ તો, ડાં શબ્દોના ફેરફાર સાથે, જેમના તેમજ એ કાવ્યના ઉક્ત સગમાં મળી આવે છે. ત્યાં એમની સંખ્યા કમથી ૪૯, ૫૦, ૫૩ અને ૬૯ની છે. આમ હોવાનું કારણ સ્પષ્ટ છે કે આ “પ્રશસ્તિ” અને તે કાવ્યના કર્તા એકજ હોવાથી સ્વાભાવિક રીતે જ પ્રશસ્તિના પદ્ય કાવ્યમાં લઈ શકાય છે.
આ લેખમાં વર્ણવેલા પરીખ વજીઆ જીઆ સત્તરમી સદીમાં થઈ ગએલા સમર્થ શ્રાવકેમાંના એક મુખ્ય હતા. ખંભાત નિવાસી શ્રાવક કવિ કષભદાસે “હીરવિજયરાસ”માં આ બંને ભાઈઓની હકીકત લંબાણથી આપી છે. કવિ રાષભદાસ–
“પારેખ વંઆ રાજીઆ, જેન સિમણિ જાણ
જિનમતવાસી જિન જપ, સિર વહે જિનની આણ” આવા શબ્દોથી તેમને ગુણવર્ણનને પ્રારંભ કરે છે, અને પૂર્વ કાલમાં
૧ આ લાભવિજય તે ઘણું કરીને સુપ્રસિદ્ધ તાર્કિક મહોપાધ્યાય થશેવિજ્યજીના ગુરૂના ગુરૂ જે લાભવિજય છે તેજ હવા સંભવે છે.
૨ કીર્તિવિજયે પણ મહેપાધ્યાય વિનયવિજયજીના જે ગુરૂ થાય છે તેજ આ હોય તેમ સંભવે છે. - ૩ તેઓ “હીરવિજ્યસૂરિરાસ ” પૃ. ૧૫૨, (દે. લા ફંડ તરફથી મુકિત).
७३४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org