________________
નગરના લેખ ૪૩૦ ]
( ર૯૯ )
અવેલેકન..
દેવકુલિકાઓ તથા પરસાલે આવેલી છે. આગળના ભાગમાં આવેલા દેવગૃહમાં એક મહટી શિલા જડેલી છે. અને તેના ઉપર એક લેખ કેતરે છે. આ લેખ પરમાર રાજા ધારાવર્ષના રાજ્યને હાઈ તેની મિતિ “સંવત ૧૨પપ ના આસોય સુદિ ૭ બુધવારની છે જે ડોકટર કલહોર્નના ગણવા પ્રમાણે ઈ. સ. ૧૧૯૮ ના સપ્ટેમ્બર, તારીખ ૯ બુધવાર થાય છે. લેખ ઉપરથી એમ જણાય છે કે પહેલાં આ મંદિર મહાવીરદેવનું હતું. હાલમાં જેમ શાંતિનાથનું કહેવાય છે તેમ નહિ, આ લેખમાં એમ છે કે ધારાવર્ષની રાણું હૃગાદેવિએ જમીનને એક ભાગ મંદિરને બક્ષીસ કર્યો હતે. આ દેવાલયનો અંદરનો ભાગ ખાસ જોવાલાયક છે. પરંતુ બહારનું દવાર ઉદેપુર સ્ટેટના કરેડા ગામમાં આવેલા પાર્શ્વનાથના મંદિરના જેવું તથા તેના સ્તંભે અને કમાન આબુના વિમલશાહના દેવાલયના જેવી છે.
ત્યાં આગળ પરસાળમાં એક બીજો પણ શિલાલેખ છે. જેની મિતિ વિ. સં. ૧૨૩૬, ફાલ્ગણ વદિ, ચતુર્થીની છે. તેમાં શ્રીદેવચંદ્રસૂરિએ કરેલી ઋષભદેવની પ્રતિમાની પ્રતિષ્ઠા વિષે ઉલ્લેખ છે, આ મૃતિ પાસેના કેઈ દેવકુલમાં હશે.
મૂળ આ લેખ પાંચ પકિતમાં લખાએલે છે. તેમાં છેવટની પતિને અર્ધા ઉપર જેટલે ભાગ ગદ્યમાં છે બાકી બધા પદ્યમય છે. પાની સંખ્યા ૭ છે અને તે વસંતતિલકા, આર્યા, શાર્દૂલવિક્રીડિત અને અનુષ્કુભ જેવા જુદા જુદા છનાં છે.
પ્રથમ પદ્યમાં મહાવીરદેવની રતુતિ કરવામાં આવી છે. બીજામાં, અઢારસો દેશમાં શિરમણિ સમાન ચંદ્રાવતી નગરીના પ્રમાકુલના રાજા ધારાવર્ષનું નામ છે. ત્રીજામાં તેની પટ્ટરાણ શૃંગારદેવી જે કેહણ (નાડેલના ચહાણ) ની પુત્રી થતી હતી, તેને ઉલ્લેખ છે. ત્યાર પછીના પદ્યમાં, તે ગામને કારભાર ચલાવનાર મંત્રી નાગડને નામેલ્લેખ કરે છે. પાંચમા પદ્યમાં, ૧૨૫૫ ની સાલને ઉલ્લેખ છે, તથા દુંદુભિ (?) નામના ગામનું સૂચન છે, જે કદાચિત્ ઝાડેલીનું
૭૦૯
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org