________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
(૨૯૮)
[ નગરના લેખે નં. ૪૨૮-૩૦
સંવત્ ૧૨૫૧ ના આષાઢ વદિ ૫ ગુરૂવારના દિવસે ઊથણ નામના સુસ્થાનમાં આવેલા નાણકીયગેચ્છના પાર્શ્વનાથના મંદિરમાં, કેઈ ધનેશ્વર નામના ગૃહસ્થને પુત્ર થશભટ અને તેની બહેન ઘરમતી આ બંને જણાએ સુંદર રંગમંડપ બનાવ્યું. આ કામમાં યશભટને પુત્ર યશધર તથા તેના ભાઈએ નામે દેવધર, આલ્હા અને પાલ્લા પણ તેમને અનુમત હતા.
(૪૨૯), આ લેખ મારવાડના ગાંગાણા નામના ગામમાંથી ઉપલબ્ધ થયે છે. સાર આ પ્રમાણે છે—.
સં. ૧૨૪૧ ના વૈશાખ સુદિ ૭ ના દિવસે, કેલ્ડણદેવના રાજ્ય સમયે અને તેને પુત્ર મહલદેવ ઘંઘાણક (ગાંગાણું)ને અધિકાર ચલાવતું હતું ત્યારે, ત્યાંના શ્રી મહાવીરદેવના વાર્ષિક ઉત્સવનિમિત્તે પનાયિય (?) સં. યદુવર ગુણધરે માંડવ્યપુરની મંડપિકામાંથી એક (?) દ્રમ્મ દર મહિને આપવાની કબુલાત આપી. પછી પુરાણોના પ્રસિદ્ધ બે શ્લેકે આપ્યા છે. છેવટના બ્લેકમાં લખેલું છે કે–દેવદાન તરીકે અપાએલી વસ્તુને (ચાહે પોતે આપી હોય અથવા બીજાએ આપી હોય) જે કેઈ અપહાર કરે છે તે ૬૦ હજાર વર્ષ સુધી નરકમાં કીડે થઈને રહે છે.
(૪૩૦ ) * આ શિલાલેખ સીરહી રાજ્યના ઝાડોલી ગામમાં આવેલા શાંતિનાથના મંદિરમાંથી મળી આવ્યો છે. આના સંબંધમાં વિશેષ જાણવા લાયક હકીક્ત શ્રીયુત ભાંડારકર નીચે પ્રમાણે આપે છે. ( જાઓ, આર્કિઓલોજીકલ સર્વે, વેસ્ટર્ન સર્કલ, પ્રેસ રીપોર્ટ સ. ૧૯૦પ-૦૬, પૃષ્ટ ૪૮) –
“ઝાડેલી ગામ સહીથી પૂર્વમાં ૧૪ માઈલ દૂર આવેલું છે. ત્યાં એક શાંતિનાથનું જૂનું જૈનમંદિર છે. અન્ય જૈન દેવાલની માફક આ પણ એક કંપાઉંડમાં ઘેરાએલું છે અને તેની આજુબાજુએ
૭૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org