________________
પ્રાચીનજીનલખસંગ્રહ. (૨૫૮)
[ નાડોલના લેખો નં. ૩૬૬-૬૭.
• ૧૧૧૧૧૧૧-૧
નામના સ્થાનમાં આવેલા મહાવીર દેવના ચૈત્યમાં, રેહાજ, ઘરણ, જસચંદ્ર, જસદેવ, જસધવલ અને જસપાલ નામના શ્રાવકેએ આ પ્રતિમાઓ બનાવીને બ્રહગચ્છના આચાર્ય મુનિચંદ્રસૂરિના પ્રશિષ્ય, દેવસૂરિના શિષ્ય પદ્મચંદ્ર ગણિના હાથે પ્રતિષ્ઠિત કરાવી, એમ આ લેખને ભાવાર્થ છે. આ લેખમાં પતિષ્ઠાતાના નામ સાથે “પાણિનીય શબ્દ લગાડવામાં આવ્યું છે તેથી જણાય છે કે–તેઓ પાણિની રચિત વ્યાકરણ શાસ્ત્રના મોટા અભ્યાસી હશે. મૂળ આ પ્રતિમાઓ વીસાડા નામના સ્થાનમાં બેસાડેલી હતી એમ લેખ કહે છે તેથી જણાય છે કે પાછળથી કઈ વખતે આ મંદિરમાં તેમને આણવામાં આવી છે.
(૩૬૬-૬૭), આ બંને લેખ, એજ મંદિરના મૂળ ગભારામાં મુખ્ય વેદિ ઉપર જે ત્રણ પ્રતિમાઓ પ્રતિષ્ઠિત છે તેમાંની બે ઉપર કોતરેલા જોવામાં આવે છે. ૩૬૭ નંબર વાળે લેખ, મધ્યસ્થાને વિરાજિત મૂલ નાયક પદ્મપ્રભુની પ્રતિમા ઉપર છે. લેખક્ત હકીકત આ પ્રમાણે છે:
સં. ૧૯૮૬ ના પ્રથમ આષાઢ માસની વદી ૫ શુક્રવારના દિવસે, મહારાજાધિરાજ ગજસિંહને રાજ્ય કારભાર ચલાવનાર મંત્રી જયમલ્લજીએ આ પ્રતિમાઓ બનાવી અને તપાગચ્છના આચાર્ય હીરવિજયસૂરિના ગાદીધર આચાર્ય વિજયસેનસૂરિના શિષ્ય અને જહાંગીર બાદશાહે જેમને “મહાતપા” નું બિરૂદ આપ્યું હતું, તે શ્રી વિજ્યદેવસૂરિએ, પિતાના પટ્ટધર આચાર્ય વિજયસિંહ આદિ શિષ્ય પરિવાર સાથે, તે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી. આ પ્રતિષ્ઠા કાર્ય જાલેરમાં થયું હતું. ત્યાંથી એ મૂતિઓ લાવીને નાડલના આ રાયવિહાર નામના મંદિરમાં, રાણું જગતસિંહજીના રાજ્ય વખતે સ્થાપન કરવામાં આવી.
ગોડવાડ પ્રાંત કે જેમાં આ નાડેલ, નાડલાઈ વિગેરે જૈનતીર્થ સ્થાનો આવેલાં છે તે, પહેલાં મેવાડ રાજ્યના તાબામાં હતું અને
૬૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org