________________
કેકિંદના લેખો. નં. ૩૭૭ ]
( ૨૬૫)
- અલકન
કેકિદને શિલાલેખ.
(૩૭) - મારવાડરાયના મેડતા નામના પ્રસિદ્ધ શહેરથી નૈવત્યકોણમાં ૧૪ માઈલને છેટે કેકિદ નામનું ગામ આવેલું છે. એ ગામમાં પાર્શ્વનાથનું મંદિર છે તેની અંદરના સભામંડપમાં એક સ્તંભ ઉપર આ નંબરવાળે લેખ કેરેલે છે. મૂળ આ મંદિર ૧૩ મી શતાબ્દીના પૂર્વે બંધાવેલું હોય એમ આ લેખ પછીના નંબરવાળા લેખ ઉપરથી જણાય છે. પ્રસ્તુત લેખમાં વર્ણવ્યા પ્રમાણે નાપાએ તે ફકત આ મંદિરને મૂળ મંડપ અને બંને બાજુની બે ચોકીઓજ નવીન બંધાવી છે. જૂના લેખમાં આ સ્થાનનું સંસ્કૃત નામ “કિષ્કિધા”. આપ્યું છે. શ્રીયુત ભાંડારકરે મોકલી આપેલી પ્રતિકૃતિ ( રબી) ઉપરથી આ લેખ મુદ્રિત કરવામાં આવ્યું છે.
આ લેખ કર પંક્તિઓમાં લખાએલે હેઈ ૧ ૧” પહોળો અને ૧પ” લાંબે છે. પ્રારંભના બે વા સિવાય સમગ્ર લેખ. પદ્યમાં છે. ભાષા સંસ્કૃત અને લિપિ દેવનાગરી ઘણુજ સુંદર મરેડવાળી છે. લેખની હકીકત આ પ્રમાણે છે:-- | પ્રારંભના ૮ પદ્યમાં યુગાદિદેવ આદિનાથની સ્તવના કરેલી છે. ૯ માં કાવ્યથી તે ૨૨ માં કાવ્યસુધી રાજ્યકર્તા રાઠેડવંશીય નૃપતિનું વર્ણન આપ્યું છે, જેમાં સૌથી પ્રથમ રાજાધિરાજા મલદેવનું નામ આપ્યું છે (પદ્ય ૯). આ મલદેવ તે જેને સાધારણ રીતે લેકે માલદેવ કહે છે, તે છે. પછી મલ્લદેવની ગાદિએ આવનાર ઉદયસિંહનું વર્ણન આપવામાં આવ્યું છે. જણાવ્યું છે કે અકબર બાદશાહના વખતમાં, આ ઉદયસિંહ સઘળા રાજાઓમાં વૃદ્ધ હોવાથી બાદશાહે તેને વૃદ્ધરાજ (મોટા રાજાનું) નું બિરૂદ આપ્યું હતું (પદ્ય ૧૨). આના પછી તેના ઉત્તરાધિકારી સૂરસિંહરાજાનું વર્ણન આપ્યું છે. લખવામાં આવ્યું છે કે વર્તમાન સમયમાં, બધા હિંદુરાજાઓમાં
૨૪
૬૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org