________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
(૨૭૨ )
[ વૈરાટને લેખ. નં. ૩૭૮.
રહેલા
એ પ્રમાણે તે ઉલ્લેખ
અકબર બાદશાહે વર્ષ ભરમાં બધા મળી ૧૦૬ (gધરાત) દિવસ જીવહિંસા નહિં કરવા માટે ફરમાન કર્યું હતું. એ ૧૦૬ દિવસમાંથી ૪૦ દિવસ તે બાદશાહના જન્મમાસ સંબંધી હતા અને ૪૮ સાલ ભરના બધા રવિવારના દિવસે હતા. બાકી રહેલા દિવસોમાં જન ધર્મના પર્યુષણ પર્વના દિવસે (કે જે બીજા અનેક લેખ પ્રમાણે ૧૨ ની સંખ્યાવાળા હતા) વિગેરે હતા. તેના પછી “વઈરાટ નગર” ને ઉલ્લેખ કરવામાં આવ્યું છે. બારમી પંકિતના પ્રારંભમાં લખ્યા પ્રમાણે એ વઈરાટ નગરમાં તાંબા અને ગેરૂ આદિની અનેક ખાણ હતી આ કથનને અબુલફજલની આઈન–એ–અકબરીને પણ ટેકે મળે છે. તેમાં પણ બૈરાટમાં તાંબાની અનેક ખાણો હોવાનું લખેલું છે. શ્રીયુત ભાંડારકરના લખવા પ્રમાણે “આ ગામ તથા એની આસપાસની જગ્યાઓ હજી સુધી ધાતુના કચરાથી ઢંકાએલી છે.”
આ કથન પછી મંદિર નિર્માતાની વંશાવળી આપી છે જે ખંડિત થઈ જવાના લીધે પૂરી જાણી શકાતા નથી. પરંતુ એટલું સ્પષ્ટ જણાય છે કે તેની જ્ઞાતિ શ્રીમાલી અને ગેત્ર રોકાણ હતું. તેમજ તેના પૂર્વજેમાં પ્રથમ પ્રસિદ્ધ પુરૂષ સં. નાહ્યા નામે થશે. હાલા પછીના એક બે નામે જતાં રહ્યાં છે જે ઘણું કરીને તેની સ્ત્રી અને પુત્રનાં હશે. ચિદમી પંક્તિની આદિમાં એક દેલ્હી નામની સ્ત્રીનું નામ વંચાય છે. પછીની વંશાવલી આ પ્રમાણે છે –તેને પુત્ર સં. ઈસર–સ્ત્રી ઝબકુ; તેમને પુત્ર સં. રતનપાલ-સ્ત્રી મેદાઈ તેમનો પુત્ર સં. દેવદત્ત-સ્ત્રી ધખૂ, તેમને સં. ભારમલ થયે. આ ભારમલને બાદશાહે કાંઈ આપ્યું જેને ઉલ્લેખ ૧૩ મી પંકિતના નષ્ટભાગમાં કરેલ હતું. ૧૪ મી પંકિતના પ્રારંભ પ્રમાણે જણાય છે કે ટોડરમલે તેને સારા માનપૂર્વક ઘણા ગામને કારભાર કરનાર એક મેટે અધિકારી બનાવ્યું હતું. તે પછી, એ સં. ભારમલને પુત્ર ઇન્દ્રરાજ અને તેના કુટુંબનાં નામ આપ્યાં છે, જે આ પ્રમાણે છે--
૬૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org