________________
ચિત્તોડના લેખ. નં. ૪૧૬ ]
(૨૯)
અવેલેન,
મળી આવ્યું છે. ચિત્તોડના કિલ્લામાંના પ્રસિદ્ધ મકાનમાં આ
શૃંગાર ચાવડી” નામના મંદિરની પણ ગણના થાય છે, અને કર્નલ ટેડથી લઈને આજ સુધીમાં જે જે પુરાતત્ત્વોએ એ કિલ્લાનું વર્ણન આપ્યું છે તેમાં આ મંદિરને પણ ઉલ્લેખ થએલેજ છે. આકિઓ જોજીકલ સર્વે ઑફ વેસ્ટર્ન સર્કલના આગળના સુપરિન્ટેડેન્ટ મી. હેન્રી કઉસે પિતાના ઈ. સ. ૧૯૦૪ ના પ્રોગ્રેસ રીપોર્ટમાં ચિત્તોડગઢનું વર્ણન આપતાં ઉલ્લિખિત મંદિરનું નીચે પ્રમાણે વર્ણન આપે છે–
શુગાર ચાવડી નામનું એક પશ્ચિમાભિમુખ જૈન દેવાલય છે, તેમાં જમીન ઉપર મધ્ય ભાગમાં એક ઉંચુ ચરસ તરૂં (પ્લેટફેર્સ) છે અને તેના ચારે ખુણે ચાર સ્તો છે જે ઉપરના ચાર પાટડાઓના આધાર ભૂત છે. તેમના ઉપર શિખર બાંધવાને વિચાર હશે એમ તેમની ગોઠવણીથી જણાય છે પરંતુ હાલમાં તે ફકત સાદું ગેળ ઘુમ્મટ જ ઉપર વાળેલું છે. આ “છત્રી” નીચે ચામુખ પ્રતિમા બેસાડેલી હશે એમ જણાય છે. તેને બે દુવાર છે– એક પશ્ચિમ બાજુએ અને બીજુ ઉત્તરે, તથા પૂર્વ અને દક્ષિણ બાજુમાં તેમની સામે જ ભૂમિતિના આકારવાળી જાળીઓ કરેલી છે. સલાટેના નામે ઓળવાને અમને પૂરે સમય ન હતો તે પણ ઉતાવળેથી અમે તે સંબંધી થડીક તપાસ કરી; પણ કાંઈ મળ્યું નથી. ડો. સ્ટ્રેટન (Dr. Steration ) જેણે ચિતેડગઢની વિસ્તૃત હકીકત લખી છે. તે કહે છે કે શ્રુગારચાવડી કુંભારાણાના જૈન અચાનચીએ બંધાવ્યાનું કહેવાય છે. ટોડ કહે છે કે “મને શાંતિનાથના એક મંદિરમાંથી એક લેખ મળી આવ્યો જેમાં લખેલું હતું કે કુંભારાણાના ભંડારીએ તે બંધાવ્યું હતું.” આ લેખ કર્યો તે હુને જણ નથી. કિલ્લાની ભીતમાં ચણ દીધેલી બે શિલાઓ અમારા
આર્કિઓ લોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, રિપોર્ટ.પુ. ૧૦. પૃ. ૧૦૫. (એ પુસ્તકમાં આ મંદિરનું ચિત્ર પણ આપ્યું છે.-સંગ્રાહક.)
૬૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org