________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
(૨૬)
[ કેકિંદના લેખે નં. ૩૭૭
*
*
*
A
^^^^^^^^^
ન્યાયપૂર્વક રાજ્યનું પાલન કરવાથી આ રાજા રામચંદ્ર જે છે (પદ્ય ૧૯). જિનદેવની અચ-પૂજા માટે આ રાજા હુકુમ અને ધૃતાહિ ; દાન કરે છે, પિતાના દેશમાં અમારીની ઉદ્દઘષણ (જીવ દયા માટે ઢ ) કરાવે છે અને આચાસ્લાદિ (જૈનધર્મમાં પ્રસિદ્ધ) તપ કરાવે છે (પદ્ય ૨૦). આના રાજ્યમાં કયાએ ચોરી, જુગાર, શિકાર, મદ્યપાન અને નિઃસંતતિવાળાનું ધનાપહરણ આદિ થતું નથી (પદ્ય ૨૧). આને પુત્ર ગજસિંહ નામા કુમાર યુવરાજ પદને ધારણ કરે છે (પદ્ય ર૨). પછીના ત્રણ પદ્યમાં જણાવવામાં આવ્યું છે કે એસવાલવંશને ઉચિતવાલગોત્ર (હાલમાં જેને એરૂવાલ કહે છે) માં જગા નામને ધનાઢય અને ધાર્મિક પુરૂષ થયે જેણે ૩ર વર્ષ જેટલી મધ્યમ વયમાં જોધપુર (જોધપુર) નગરમાં આચાર્યના હાથે ચતુર્થ (બ્રહ્મચર્ય ) વ્રત લીધું હતું (પ. ૨૩-૫). તેને નાથા નામે પુત્ર થયે જે પુણ્યાત્મા અને દાતા હતે. “નાથ” ની સભામાં તેણે માન પ્રાપ્ત કર્યું હતું. તે નાથાને ગુર્જરદે નામની સુશીલ, રૂપવતી, ઘરકાર્યમાં પ્રવીણ અને દેવ ગુરૂમાં ભક્તિ રાખનારી સ્ત્રી હતી, અને જેણે નાપા નામના પુત્રરત્નને જન્મ આપ્યું હતું. (પદ્ય ૨૭-૨૮) નાપાએ એવાં અનેક સુકૃત્ય કર્યા હતા કે જેથી તેની સર્વત્ર પ્રસિદ્ધ થઈ હતી. (૫. ૨૯) એ નાપાને નવલદે નામની પત્ની હતી અને તેને પાંચ પુત્રો હતા. પુત્રનાં તથા તેમની પત્ની અને તેમના પુત્રોનાં નામોનું કેષ્ટક આ પ્રમાણે છે. (પદ્ય ૩૧-૪).
૧ નાથ” એ એક પ્રકારના ધર્મગુરૂઓ છે. જોધપુરના તેઓ રાજગુરૂ ગણાય છે અને તેમની ગાદિને રાજ્ય તરફથી એક મોટી જાગીર બક્ષીસ કરેલી છે. તેમનો ઠાઠ એક મહેટા જાગીરદારને છાજે તે હોય છે.
૬૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org