________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ
(૨૫૬ ) [ જાલેરના લે, ન. ૩૬૦-૬૧.
આ દેવાલયને જે જૂને ભાગ છે તે માત્ર બહારની ભીતે રૂપે છે. તે ભીતે સોલકી વખતની છે. અને લેખમાં જણાવ્યા પ્રમાણે કુમારપાલની કરાવેલી હોવી જોઈએ. ઉપર જોયા પ્રમાણે “તપખાના” ના એક લેખમાં પણ કુમારપાલના દેવાલય વિષે ઉલ્લેખ છે. જે આજ દેવાલય હોવું જોઈએ. તે લેખમાં લખ્યા મુજબ, તે વખતે આ દેવાલય મૂળ પાર્શ્વનાથના નામનું હતું. પાછળથી એ દેવાલયને નાશ કરવામાં આવ્યું અને આની સામગ્રીવડે નીચેની કબર બાંધવામાં આવી. પાછળથી આ જયમલ્લજીએ એને પુનરૂદ્ધાર કર્યો અને મૂળનાયક તરીકે મહાવીરની મૂર્તિ સ્થાપના કરી.
(૩૬૦) જાલેર ગામની બહાર સડેલાવ નામનું એક પ્લેટુ તલાવ છે. અને જેનું પાણી આખું ગામ પીએ છે, તેના કિનારે ચામુંડામાતાનું એક મંદિર આવેલું છે. આ મંદિરને લગતી જ એક ઝુંપડી છે અને તેમાં એક મૂર્તિ છે જેને ત્યાંના લેકે “સઠ જોગિણ” કહે છે, તેના ઉપર આ નંબરવાળે લેખ કેતરે છે. લેખમાં જણાવ્યું છે કે, સંવત ૧૧૫ ના વૈશાખ વદિ ૧ ને શનિવારના દિવસે જાવાલિપુરના ચૈત્યમાં કઈ વીરક પુત્રે સુવિધિનાથના ખત્તકનું દ્વાર ધર્માર્થ કરાવી આપ્યું. આ કાર્યમાં તેને તેની સ્ત્રી નામે જિનમતિએ પ્રેત્સાહન આપ્યું હતું. આ ઉપરથી જણાય છે કે તે એક જૈન મૂતિ છે, પરંતુ શ્રી ભાંડારકરના લખવા પ્રમાણે હાલમાં હિંદુઓ “ચોંસઠ જેગિણી” ના નામે તેની પૂજા કરે છે.
(૩૬૧ ) " આ લેખ, “તે પખાના માંજ એક ઠેકાણે કેરેલે મળી આવ્યું છે. સં. ૧૨૯૪ માં, શ્રીમાલી જાતિના કોઈ વિજાક નામના શ્રાવકે પિતાના પિતા ઝાંપાના શ્રેયાર્થે જાવાલિપુરના શ્રી મહાવીર ચિત્યમાં કદિ (?) કરાવી, એવી હકીકત્ત આપેલી છે.
* જુઓ, લેખ નંબર પર અને તેનું અવલોકન.
૬૬૬ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org