________________
ઉપરના લેખો. નં. ૫૯-૬૮ ]
( ૫૭ )
અવલોકન,
નં. ૬૪.૧ ( મિતિ ઉપર પ્રમાણે ) પતાજી પારખના પુત્ર જસરૂ૫છના નાનાભાઈ ખુબચંદ, જસરૂપજીના પુત્ર, સિરેહિના રહેવાસી કપુરચંદજીએ ચંદ્રપ્રભની પ્રતિમા અર્પણ કરી તપાગચ્છમાં પ્રતિષ્ઠિત કરી.
નં. ૬૫. ૧૨ (મિતિ ઉપર પ્રમાણે ) અમદાવાદના રહેવાસી વૃદ્ધશાખાના ઓસવાળ નગિનદાસ, તેની સ્ત્રી ઈચ્છાવહુ, તેના નાનાભાઈ પ્રેમાભાઈ, તેની સ્ત્રી સાંકલી વહુ અને તેની બહેને રૂખમાણી, પ્રસન, મોતીકુંઅર-હેમાભાઈની સ્ત્રી કંકુવહુ, મા-બાપ શેઠ વખતચંદ અને જડા બાઈ, દાદા ખુશાલચંદ; આ સર્વ કુટુંબે હેમાભાઈના શુભ માટે ચતુર્મુખ બિંબ અર્પણ કર્યું. સાગરગચ્છના શાંતિસાગરે પ્રતિષ્ઠિત કર્યું.
નં. ૬૬.૩૩ (મિતિ ઉપર પ્રમાણે) પણ શુક્ર ૧૨, બુધવાર (?) ઉજમબાઈ ( જુઓ નં. ૬૨ ) એ કારવાળુ એક “ પંચપરમેષ્ટિ 9િ ] પદ ” અર્પણ કર્યું. તપાગચ્છવાળાએ પ્રતિષ્ઠિત કર્યું.
નં. ૬૭. ૩૪ સંવત ૧૮૮૮, શક ૧૭૫૪, વૈશાખ, શુકલપક્ષ ૧૨, બુધવાર, ઉજમબાઈ( જુઓ નં. ૬૬ ) એ હિંકારવાળું એક ચતુર્વિશતિતીર્થંકર પટ” અર્પણ કર્યું, તપાગચ્છવાળાએ તેની પ્રતિષ્ઠા કરી.
નં. ૬૮. ૩૫ સંવત ૧૮૯૧, માઘ, શિત ૫, સોમવાર, પાલિતાના ગહેલ ખાંધાજી, તેને પુત્ર નેધણજી અને તેને પુત્ર પ્રતાપસિંઘજી હતો, તેના રાજ્યમાં મકસુદાવાદ–બાલુચરના રહેવાસી, ઓશવાળ જ્ઞાતિના બૃહશાખાના દુગડગોત્રના, નિહાળચંદના પુત્ર ઇંદ્રજીએ ઋષભની એક પ્રતિમા અર્પણ કરી; બૃહત ખરતરગચ્છના જિનહર્ષને રાજ્યમાં પંજ્યવંતજીના શિષ્ય પં. દેવચંદ્ર પ્રતિષ્ઠા કરી.
૩૧ હેમાભાઇની ટુંકમાં ઉત્તર બાજુએ એરડી નં. ૨ માં,
૩૨ બહારની બાજુએ ઉત્તર–પૂર્વમાં આવેલા દેવાલયને મંદિરમાં-લીસ્ટસ ૫. ૨૦૨, નં. ૪૧૨.
૩૩ હેમાભાઈની ટુંકમાંના મુખ્ય મંદિરમાં, દક્ષિણ દિવાલ ઉપર જુઓ નં. ૫૮,
૩૪ હેમાભાઈને દેવાલયમાં, પૂર્વ ખુણામાં, મંડપની ઉત્તર દિવાલ ઉપર. જુઓ નં: ૫૭.
૩૫ ખરતર ટુંકમાંના પુંડરીના દેવાલયના દ્વારની બહાર આવેલા દેવાલયમાંલીસ્ટસ 5, ૨૦૬, નં. ૩૪૧,
૪૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org