________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ,
(૧૪૭)
fઆબુ પર્વત
કહ્યા પ્રમાણે વિજડ જેને દશસ્પન્દન (દશરથ) કહ્યા છે તેને ચાર પુત્રો હતા-લાવણ્યકર્ણ, લંઢ (લેટિન), લક્ષ્મણ, અને પૂર્ણ વર્મન આમાંને લાવણ્ય કણું “ જયેષ્ઠ ” છે એમ સ્પષ્ટ કહેલું છે. હાલન લેખ પ્રમાણે વીજાને ત્રણ પુત્રો હતા તેમાંનો “આઇ” લૂણિગ હતે. લેખમાં લૂણિગ પછી લું અને લુમ્ભ આપેલા છે પણ એમ નથી કહેલું કે તેઓ તેના નાના ભાઈ હતા અગર તેઓને કોઈ પણ જાતને સંબંધ હતો. લુંટિગદેવના લેખની હકીક્તમાં મેં લુણિગ અને લાવણ્યકર્ણ ને એક ગણેલા છે, અને લુંટ તથા લુભને ભાઈઓ ગણ લંઢને લુંઢ ( લુંટિગ ) અને લુખ્ખને લાવણ્યવર્માન કહે છે. બીજા લેખો જડી આવશે જેના ઉપરથી મારૂ ખરા પણું અગર ખોટા પણું બહાર આવશે. વળી મારે કહેવું જોઈએ કે મારા મિત્રો મી. ઓઝા જેમનું પોતાના દેશનું જ્ઞાન અગાધ છે તેમના કહેવા પ્રમાણે લૂણિગ, સુંઠ અને લુમ્ભ ( લુમ્ભક ) એકજ માણસનાં નામ છે. અને જે બધાં લક્ષ્મ શબ્દના સંસ્કૃત રૂપ છે અને જે “આબુને પ્રખ્યાત જીતનાર “રાવલંભા ” ” નું નામ છે. જે મી. ઓઝાનું કહેવું ખરૂં હોય તો ઉપર પાન ૮૩ ઉપર પ્રસિદ્ધ થએલી વંશાવળીની છેલ્લી લીટીઓ ફેરવવી પડે. મારી જેમ મી. ઓઝા પણ તિહુણુક ( તિહુણ) તેજસિંહનો નાનો ભાઈ છે એમ કહે છે, પણ તેમના મત પ્રમાણે તેજસિંહના પુત્ર કાન્હડદેવ સાથે આ બંનેને લૂંટિગ (લુંટ, લૂણિગ, લુખ્ખ) ની નીચે મૂકે છે. જ્યારે આ લેખ વિ. સં. ૧૩૭૮ માં રચાયો ત્યારે લુભ મરણ પામ્યો હતો, અને તે વખતે આબુનો રાજ્યકારભાર તેજસિંહ ચલાવતો હશે.
આલેખના ત્રીજા વિભાગમાં (કડી ૨૪-૩૮) જે માણસોએ દેવળ સમરાવ્યું (લલ્લ અને વીડ) તેમના વંશના માણસનાં કેટલાંક નામ વિષે કહેલું છે બીજું કાંઈ વધારે નથી. એ નામ નીચે પ્રમાણે --
પપપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org