________________
પ્રાચીન જેનલેખસંગ્રહ.
(૨૨૫)
[ નાડલાઈ
આ લેખ, પૂર્વોકત આદિનાથના મંદિરના રંગમંડપમાં ડાબી બાજુએ આવેલી ભીતમાં એક થાંભલે છે તેના ઉપર કોતરેલે છે. આ લેખ ૯ ઇંચ પહોળી અને ૪ ફુટ ૮ ઇંચ લાંબી જેટલી જગ્યામાં લખાએલે છે. એની એકંદર પ૬ પતિઓ છે. લેખના મથાળે બે પાદ-આકૃતિઓ (પગલાં) કાઢેલી છે. - આ લેખમાં, મેવાડના રાજાઓની વંશાવલી આપેલી છે તેથી તેની ઉપયોગિતા જરા વધારે માનવામાં આવી છે, અને એ જ કારણથી તે અત્યાર સુધીમાં ઘણાં પુસ્તક–રીપેર્ટો વિગેરેમાં છપાઈયથેષ્ટ પ્રસિદ્ધિ પામી ચુકી છે. લેખને સાર–અર્થ આ પ્રમાણે છે –
પ્રારંભમાં, યશભદ્ર નામના આચાર્યના ચરણકમલને નમસ્કાર કરવામાં આવ્યું છે. પછી લેખની મિતિ આપી છે. જે “ સંવત્ ૧૫૯૭ ના વૈશાખ માસ, શુક્લપક્ષ ૬ સોમવાર અને પુનર્વસુ નક્ષત્ર” વાળી છે.
મિતિ પછી સંડેરક ગચ્છની આચાર્યપરંપરા આપવામાં આવી છે. તેમાં, પ્રથમ યશભદ્ર નામના એક મહાપ્રતાપી આચાર્ય થઈ ગયા હતા, તેમનું પ્રશંસાત્મક વર્ણન છે. જણાવવામાં આવ્યું છે કે, તે આચાર્ય આ કલિકાલમાં સાક્ષાત્ ૌતમગણધરના બીજા અવતાર રૂપે હતા. બધી લબ્ધિઓના ધારક અને યુગપ્રધાન હતા. તેમણે અનેક વાદિઓને વાદમાં જીત્યા હતા. ઘણાક રાજાએ તેમને ચરણમાં પિતાનું મસ્તક નમાવતા હતા. ખંડેરકગના નાયક હતા. તેમની માતાનું નામ સુભદ્રા અને પિતાનું નામ યશવીર હતું. તે યશભદ્રસૂરિના શિષ્ય શાલિરિ નામે આચાર્ય થયા. તેઓ ચાહમાનવંશના હતા અને બે બદરી દેવીના પ્રસાદથી તેઓ સૂરિપદ પામ્યા હતા. એ શાલિસૂરિના શિષ્ય સુમતિસૂરિ, તેમના શિષ્ય શાંતિસૂરિ, તેમના ઇશ્વરસૂરિ, આવી રીતે અનેક આચાર્યો થયા. તેમાં ફરી એક શાલિસૂરિ થયા અને તેમના શિષ્ય સુમતિસૂરિ અને તેમના પુનઃ શાંતિસૂરિ થયા કે જેમના સમયમાં આ લેખ કરવામાં આવ્યું.
૬૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org