________________
જાલેારને લેખ. ન. ૩૫૨
( ૨૪૭ )
અવલાન
:
વિદ્વાનો, કુમારપાલને જૈના જે ‘ પરમા ત ’ તરીકે સર્વત્ર લખે છે તેમાં પણ ધર્માનુરાગના અતિરેક થયા ગણી ગ્રંથાકત વર્ણનાને અતિશાકિતના આકારમાં મૂકે છે. પરંતુ, આ લેખથી તેમના વિચારોને પણ પ્રતિવાદ થઈ જાય છે. ગુર્જર સાહિત્યાકાશના પ્રકાશમાન્ નક્ષેત્ર અને મ્હારા વૃદ્ધ સદ્ શ્રીયુત કે. હ. ધ્રુવ જેવા પુરાતત્ત્વનું તલસ્પશી જ્ઞાન ધરાવનાર વિશેષજ્ઞે પણ ‘પ્રિયદર્શીના ' ની પ્રસ્તાવનામાં “ જેનધર્મીઓ પ્રત્યે સદ્ભાવ બતાવનાર પરમ માહેશ્વર કુમારપાલ સાલકીને જેન બંધુએ પરમ આર્હત માને છે ” ( પ્રથમાવૃતિ પૃ. ૭૨ ) એમ વિચાર પ્રદર્શિત કર્યા છે અને પોતાના કથનના સમનાર્થે, પાદટીકામાં, Epigraphia Indica II, 422, Chitorgadh fragmentary Inscription; Bhavnagar Inscriptions p. 112, P !P !205-207 નું સૂચન કરે છે. * આ સૂચવેલા લેખામાં કુમારપાલને ઉમાપતિવરલબ્ધ ' વિગેરેના મહેશ્વરાનુયાયીને શાલે તેવા વિશેષા હાવાથી મ્હારા એ વિદ્વાન મિત્ર ઉકત મત બાંધવા પ્રેરાયા છે. પરંતુ ખુદ હેમચદ્રાચાર્યના પેાતાના રચેલા ગ્રંથાથી લઇ આજ પર્યં ત લખાએલા અગણિત ગ્રંથા-નિબધા કુમારપાલને પરમાર્હુત તરીકે જણાવેલા ઉલ્લેખોની વિશાલ સેના સાથે આ લેખ અગ્રસર થઇ તેમના અભિપ્રાયને ખાધકર્તા થાય છે. આ ઠેકાણે વાચકેાને સહજ શકા થશે કે ત્યારે શુ' કુમારપાલને જે લેખેામાં શિવભકતને શૈલે તેવા વિશેષણા આપવામાં આવ્યાં છે, તે લેખા ખાટા છે ? મ્હારા પ્રામાણિક વિચાર પ્રમાણે તે લેખે ખેાટા નથી પરંતુ ખરા છે; પણ તેના ખુલાસા આમ થાય છે-એક તા તે લેખે કુમારપાલે પૂર્ણ રીતે જૈનધમ સ્વીકાર્યાં ન હતેા તે સમયના છે, × તેથી તે વખતે તેવા
'
ઇંલ્લા બે લેખ આ સંગ્રહમાં પણ ૩૪૫-૪૬ નબર નીચે આપેલા છે. × ચિત્તેડગઢના લેખ સંવત્ ૧૨૦૭ માં લખાયેા છે. બીજા એ લેખે! જે મારવાડના છે તેમાં એકની મિતિ સ. ૧૨૯ ની છે. બીજાની િિત નથી આપી પરંતુ બન્નેના કારણ અને ઉદ્દેશ ઐકયને લીધે બીજો પણ એજ સમયના લગભગમાં થએલા હાવા જોઇએ. કુમારપાલે જૈનધમ ના પૂર્ણતયા ( શ્રાવકના ૧૨ વ્રત ગ્રહણપૂર્વક) સ્વીકાર સ. ૧૨૧૬ માં કર્યો એમ જિનમંડનના પ્રશ્નધમાં છે.
Jain Education International
૬૫૭
For Private & Personal Use Only
www.jainelibrary.org