________________
પ્રાચીન જેનલેખસંગ્રહ
(૨૪૮)
[ જાલેરને લેખ, નં. ૩૫ર.
વિશેષણે લગાડાય તે યથાર્થ જ છે, કારણ કે પ્રથમાવસ્થામાં તે નૃપતિ શૈવજ હતું. બીજું મુખ્ય કારણ એ છે કે “માવતિ વર૪૫” આદિ બિરૂદે એકલા કુમારપાલનેજ લગાડવામાં આવ્યા છે એમ નથી પરંતુ એ બિરૂદેતે ચેલુના કુલકમાગત આવેલા હોય તેમ જણાય છે. કારણ કે એ વંશના બીજા પણ રાજાઓને ઉકત બિરૂદે. લગાડેલા બીજા બીજા લેખોમાં સ્પષ્ટ જોવાય છે. આ કારણને લઈને કુમારપાલને, પરમ આહત થયાં છતાં, એ કુલકમાગત ઉતરી આવેલા વિશેષણને ત્યાગ કરવાનું કોઈ કારણ નથી. જેનધર્મના મુખ્ય સિદ્ધાંતેને બાધક ન થાય તેવી કેઈ પણ પ્રકારની કુલ-મર્યાદાનું ઉલ્લંઘન કરવા કે વિધાન કરવા સંબંધી વિચારે શ્રમણ ભગવાન મહાવીરે ઉપદેશ્યા નથી. વીતરાગ થયા છતાં એ મહાનિર્ગથ પિતાને “જ્ઞાતપુત્ર' ના સ્વમુલસૂચક વિશેષણથી હમેશાં પ્રકટ કરતા હતા ! આ સંબંધમાં વિશેષ અન્યત્ર લખવા ઇરછા છે. ?
કુમારપાલે, આ લેખમાં વર્ણવેલા મંદિરને, શાસ્ત્રોકત વિધિએ તેનું પ્રવર્તન ચાલે તેટલા માટે, વાદીન્દ્રદેવાચાર્યના સમુદાયને સમપણ કર્યું, એવું જે કથન આ લેખમાં છે તે પણ ખાસ ધ્યાન ખેંચે તેવું છે. કુમારપાલના સમયમાં તેમજ તેના પૂર્વ ઘણું લાંબા સમયથી વેતામ્બર–સંપ્રદાયમાં ચૈત્યવાસી યતિવર્ગને ઘણે જોર જામેલે હતું. તે યતિઓએ જનમંદિરને, મધ્યકાલના બદ્ધ વિહાર-મઠના જેવા આકાર–પ્રકારમાં ફેરવી દીધાં હતાં. રાજા-મહારાજાઓ અને સત્તાધારી શ્રાવકે-મહાજને તરફથી મંદિરના નિભાવ ખર્ચે જે ગામેના ગામે આપવામાં આવતા તેમની સઘળી વ્યવસ્થા એ ચૈત્યવાસી અતિવર્ગ કરતા અને જમીનની ઉપજને ઉપગ પણ એજ વર્ગ વેચ્છાપૂર્વક કરતો હતે. જેન આચારને નહિ છાજે તેવી રીતભાતે પણ એ ચિત્યાલમાં ચાલતી હતી. આવી પરિસ્થિતિને
ગાયકવાડસ ઓરિએન્ટલ સીરીઝમાં છપાતા, સેમપ્રભાચાર્ય રચિત કુમાર - mતિઘોઘની પ્રસ્તાવના જેવી.
૬૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org