________________
રતનપુરને લેખ. નં. ૩૪૫]
(૨૩૩)
અવલોકન.
કરી , પ્રાણિક કયફળ વદિ ૧૩
માલિક પૂનપાક્ષદેવની મહારાણી શ્રી ગિરિજાદેવિએ સંસારની અ. સારતાને વિચાર કરી, પ્રાણિઓને અભયદાન (જીવિતદાન) આપવું એ મહાદાન છે એમ સમજી, નગરનિવાસી સમસ્ત બ્રાહ્મણો, આચાર્યો (પૂજારીઓ?) મહાજને, તંબેલિઓ વિગેરે પ્રજાજનેને બોલાવી તેમની સમક્ષ આ પ્રકારે શાસન (ફરમાન) પત્ર કર્યું કે, (આજ) અમાવસ્યાના પર્વ દિવસે, સ્નાન કરી, દેવતા અને પિતાને તર્પણ આપી તથા નગર દેવતાને (પૂજાદિ વડે) પ્રસન્ન કરી, આ જન્મ તેમજ પરજમમાં પુણ્યફળ પ્રાપ્ત કરવા તથા યશ વધારવાની
અભિલાષાથી, પ્રાણિઓને અભયદાન દેવા માટે આ શાસન પ્રકટ કર્યું છે કે દરેક માસની એકાદશી, ચતુર્દશી અને અમાવસ્યાકૃષ્ણ અને શુક્લ પક્ષ એમ બંને પક્ષની આ તિથિના દિવસે કેઈએ, કોઈ પણ પ્રકારની જીવહિંસા, અમારી જમીન-સીમામાં ન કરવી અમારી સંતતિમાં થનાર દરેક મનુષ્ય તથા અમારા પ્રધાન, સેનાના અમલદાર, પુરોહિત અને સઘળા જાગીરદારેએ, આ આજ્ઞા નું પાલન કરવું–કરાવવું. જે કઈ આને ભંગ કરે તેને દંડ કરવો. અમાવસ્યાના દિવસે ગામના કુંભાએ પિતાના વાસણે પકાવવા માટે પણ નિભાડો સળગાવે નહિં. જો કોઈ મનુષ્ય આ દિવસમાં બેદરકાર થઈ જીવહિંસા કરશે તે તેને ૪ શ્રમને દંડ થશે નાડેલ શહેરના રહેવાસી પોરવાડ જાતિના શુભંકર નામના ધામિક સુશ્રાવકના પ્રતિગ અને સાલિગ નામના બે પુત્રએ જીદયાતત્પર થઈ પ્રાણિઓના હિતાર્થે (અમને) વિનંતિ કરીને આ શાસન પ્રકટ કરાવ્યું છે.
છેલ્લી પંક્તિમાં, કટારનું ચિત્ર આપી, પૂનાક્ષદેવની સહિ (હસ્તાક્ષર) કરવામાં આવી છે. તથા પરિ૦ (પારિખ પરીક્ષક) લક્ષમીધરના પુત્ર 8 (ઠકકુર) જસપાલે પ્રમાણ કર્યું છે, એમ જણાવ્યું છે.
(૩૪૬) આ લેખ, એપિંગ્રાફિ ઇનિડકાના ૧૧ મા ભાગમાં પ્રસિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org