________________
કિરાતુને લેખ. નં. ૩૪૬ ] (૨૩૫)
એવકન, હતાં. એ ત્રણે ગામમાં, ઉપર જણાવેલા દિવસે-જે શિવરાત્રિને દિવસ હતો-તે રાજાએ, પ્રાણિઓને જીવિતદાન આપવું તે મહાના દાન છે એમ સમજી, પુણ્ય તથા યશકીતિને અભિલાષી થઈ, મહાજને, તાંબુલિક અને બીજા સમસ્ત ગ્રામ જનેને, દરેક માસની સુદિ તથા વદિ પક્ષની અષ્ટમી, એકાદશી અને ચતુર્દશીના દિવસે, કઈ પણ પ્રકારના જીવને ન મારવા આજ્ઞા કરી. જે મનુષ્ય આ આજ્ઞાની અવજ્ઞા કરે અને કેઈપણ પ્રાણિને મારે–મરાવે તેને સખત શિક્ષા કરવાનું ફરમાન કાઢયું. બ્રાહ્મણે ધર્મગુરૂઓ (પુરોહિતે) અમા અને બીજા બધા પ્રજાજનોને એક સરખી રીતે આ શાસનનું પાલન કરવાનું ફરમાવ્યું. વિશેષમાં કહેવું છે કે જે કઈ આ હુકમનો ભંગ કરશે તેને પાંચ ટ્રમ્પને દંડ થશે, પરંતુ તે જે રાજાને સેવક હશે તે એક દ્રશ્ન જ દંડ થશે.
પછી મહારાજા આલણદેવના હસ્તાક્ષર છે અને તેને “મહારાજપુત્ર” કેહૂણ અને ગજસિંહનું અનુમોદન આપ્યું છે. સાંધિવિગ્રહિક ખેલાદિત્યે આ હુકમ લખે છે. પછી જણાવવામાં આવ્યું છે કે નાડેલના રહેવાસી પિોરવાડ જાતિના શુભંકર શ્રાવકના પુત્ર નામે પૂતિગ અને શાલિગે, કૃપાપૂર્ણ થઈ, રાજાને વિનંતિ કરી, પ્રાણિઓને અભયદાન અપાવનારું આ શાસન જાહેર કરાવ્યું છે. છેવટે આ લેખ કરનારનું નામ છે કે જે ભાઈલ કરીને હતું.
આ લેખમાં જણાવેલાં સ્થાનમાંથી કિરાતકપ તે તો આ કિરાડુ જ હોવું જોઈએ કે જ્યાંથી આ લેખ મળી આવ્યું છે વિ. સં. ૧૨૩૫ ના ચાલુકય રાજા ભીમદેવના સમયના એક લેખમાં (જે આજ મંદિરમાં સ્થિત છે) આ સ્થળ વિષે બે વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લાટહદ તે ભિન્નમાલના લેખ નં. ૧૧ અને ૧૨ માં આવતું લાટહદ તથા ચાચિગદેવના સુધા ટેકરીવાળા લેખમાં આવતું રાટહુદ હોવું જોઈએ. જ્યારે પ્રે, કીહેને ન. ૨ ને લેખ પ્રકાશિત કર્યો ત્યારે આ અને તે બંને સ્થાન એક જ છે એમ પૂરવાર કરી શકયા
૬૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org