________________
ઉપરના લેખો. નં. ર૬૩–૭૦ ] ( ૧૬૦)
અવલોકન
મુખ્ય કરીને આ લેખે ઓશવાલ જ્ઞાતિના દરડાગેત્રવાળા કઈ મંડલિક નામના શ્રાવકના છે. પ્રતિષ્ઠા કરનાર ખરતરગચ્છના આચાર્ય જિનચંદ્રસૂરિ છે.
ક્ષમાકલ્યાણક ગણિની પટ્ટાવલી પ્રમાણે આ આચાર્ય સં. ૧૫૧૪ માં આચાર્ય પદ પામ્યા હતા અને સં. ૧પ૩૦ માં જેસલમેરમાં સ્વર્ગસ્થ થયા હતા. એ પટ્ટાવલિમાં આબુ ઉપર કરેલી એમની એ પ્રતિષ્ઠાને પણ “ ચઢાવોપરિ નાપાર્શ્વનાથપ્રતિષ્ઠાવિષય ' આવી રીતે ઉલ્લેખ કરે છે.
(૨૬૩-ર૭૦) આ નંબરે નીચે આપેલા લેખે અચલગઢ ઉપર આવેલા ચમુખજીના મંદિરમાંની પ્રતિમાઓ ઉપર કોતરેલા છે. આ પ્રતિમાઓ વિશાલ કાય અને પિત્તલમય બનેલી છે.
નં. ૨૬૩ અને ૨૬૮ વાળા લેખેની મિતિ સં. ૧૫૬૬ ના ફાગુન સુદી ૧૦ની છે.
પ્રાગ્વાટ જ્ઞાતિના સં. સહસાએ અચલગઢ ઉપર, મહારાજાધિરાજ - જગમાલજીના રાજ્યમાં, આ “ચતુર્મુખ વિહાર બનાવ્યું જેની પ્રતિષ્ઠા તપાગચ્છના શ્રી સુમતિસૂરિના શિષ્ય કમલકલશસૂરિના શિષ્ય જયકલ્યાણસૂરિએ કરી. તે વખતે તેમની સાથે ચરણસુંદરસૂરિ આદી બીજે પણ કેટલેક શિષ્ય પરિવાર હતે.
આ લેખમાં જણાવેલા કમલકલશસૂરિથી કમલકલશા નામની તપાગચ્છની એક શાખા જુદી પ્રચલિત થઈ હતી. આ વિષયમાં ૪ઘુવરાઝિપટ્ટાસ્ત્ર માં જણાવ્યું છે કે--સુમતિસાધુસૂરિએ પ્રથમ
“જગમાલ સીરહિને રાજા હતા. તે મહારાવ લાખાને પુત્ર હતો. સંવત ૧૫૪૦ માં તે પિતાના પિતાની ગાદીએ બેઠે હતો. તેણે ૪૦ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું અને સંવત ૧પ૮૦ માં મરણ પામ્યો હતે. તેની વિશેષ હકીકત જુઓ “લરો તારા ” માં પૃષ્ઠ ૨૦૧ થી ૨૦૫.
પ૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org