________________
તીર્થને લેખો. નં. ર૭૭ ]
( ૧૬ )
અવલોકન,
ઉપર જે અનુપમ કારીગરીવાલા આરસના મંદિરે બનાવ્યાં છે તે આરસ આ જગ્યાએથી જ લઈ જવામાં આવ્યું હતું. ધણી ખરી જિનપ્રતિભાઓ પણ અહીંના જ પાષાણની બનેલી હોય છે. તારંગા પર્વત ઉપરના મહાન મંદિરમાં જે અજિતનાથ દેવની વિશાલકાય પ્રતિમા વિરાજિત છે તે પણ અહીંના જ પાષાણની બનેલી છે એમ સોમમાય એ જોતાં સ્પષ્ટ જણાય છે. એ કાવ્યમાં એ મૂતિના નિર્માણ બાબત આશ્ચર્યકારક રીતે લખવામાં આવ્યું છે કે
જ્યારે ઈડરના સંઘપતી ગાવિંદ શેઠને તારંગા ઉપર અજિતનાથ ની નવીન પ્રતિમા પ્રતિષ્ઠિત કરવાનો વિચાર થયે ત્યારે તે આરાસણમાં જઈને ત્યાંની પર્વતવાસીની અંબિકા દેવી (અંબામાતા) ની આરધના કરી. દેવી કેટલાક કાલ પછી સંતુષ્ટ થઈ સેઠને પ્રત્યક્ષ થઈ અને ઈપ્સિત વર માંગવા કહ્યું. સેઠે જણાવ્યું કે મહારે બીજી કઈ વસ્તુની અપેક્ષા નથી ફકત એક જિનપ્રતિમા બનાવવી છે માટે એક વિશાલ શિલા આપો. એ સાંભળી દેવીએ જણાવ્યું કે પ્રથમ હારા પિતા વચ્છરાજ સેઠે પણ હારી પાસે આવી રીતે એક શિલાની યાચના કરી હતી પરંતુ તે વખતે શિલા હાની હતી, હવે તે મહેટી થઈ છે તેથી તું સુખેથી તે લે અને પ્રતિમા બનાવ. દેવીની અનુમતિ પામી શેઠે ખાણમાંથી શિલા કઢાવી અને તેને એક રથમાં મૂકી. પછી નૈવેદ્ય આદિ ઉત્તમ પદાર્થો દ્વારા દેવીની પૂજા કરીને ત્યાંથી તે શિલા લઈ રથ તારંગા તરફ ચાલ્યું. તેને ખેંચવા માટે સેંકડો બલવાન બળદ જોડવા પડ્યા હતા તથા સંખ્યાબંધ માણસે હાથમાં કેદાળ, કુહાડા અને પાવડા વિગેરે લઈ આગળ ચાલતા હતા અને રસ્તામાં રહેલા પત્થર ફેડતા, ઝાડો કાપતા અને ખાડાઓ પૂરતા થકા રથને ચાલવા માટે માર્ગ સાફ બનાવતા હતા. આવી રીતે ધીમે ધીમે ચાલતે તે રથ કેટલાએ મહિના પછી તારગે પહોંચ્યું હતું. વિગેરે.(જુઓ સોનસૌથ વ્ય, સ ૭, ૪૨–૫૭)
૫૭૪ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org