________________
ઉપરના લેખે.ન. ૩૦૬ ]
( ૧૮૨).
અવલોકન
કિલ્લે, જેના પથ્થરે હાલ બળેલા છે, તે દષ્ટિગોચર થાય છે. પણ જાણવા જેવું એ છે કે આ કિલ્લાથી થોડા ફૂટ છે. એક પણ બળેલ પથ્થર જોવામાં આવતો નથી. જે બસના ધારવા પ્રમાણે હોય તો એમ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે આ કિલ્લાની બહાર કેમ બળેલા પથ્થરો નહિ હોય ? ખરી રીતે, સૂક્ષ્મ દ્રષ્ટિએ જોતાં એમ માલુમ પડે છે કે આ જિન દેવાલયની આસપાસ ની સર્વ જમીન તથા ભારીઆ અને અંબાજી વચ્ચેની લગભગ એકમેલની જમીન કૃત્રિમ છે, તથા તેના ઉપર જુના તથા મેટા પથ્થર અને ઈટેના કટકા પડેલા છે. અંબાજી અગર કુંભારીઆ-ગમે ત્યાં આ ઈટ જોવામાં આવે છે અને બળેલા પથ્થરે દેખાય છે. આ ઉપરથી એમ રપનુમાન જાય છે કે, પહેલાં અંબાજીથી કુંભારીઆ સુધીનું એક શહેર વસેલું હશે. અને તેથી જ આ શહેરનાં ખંડેરોથી દૂર આવી છે તથા બળેલા પથ્થરે જોવામાં આવતા નથી. હવે એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે. આ જુના શહેરનું નામ શું હશે ? જૈન દે વાલના લેખોમાં તેનું નામ “આરાસણ” અગર આરાસનાકર ' આપેલું છે. બાહ્યદષ્ટિથી જ માત્ર એમ સ્પષ્ટ છે કે “ આરાસન' એ શબ્દ “આરાસ” જે ને ગુજરાતીમાં “ પથ્થર' કહે છે, તે હશે. જે આરાસુર પહાડોમાં અંબાજી તથા કુંભારીઆ ગુપ્ત થયાં છે તે પથ્થરનો પહાડ છે તેથી આ શહેર આરાસન કહેવાતું, એમાં કોઈ શક નથી. કારણ કે તેની આજુબાજુએ પથ્થરીઆ પહાડે હતા અગર તેનાં સર્વ ઘરે પથ્થરનાં બનાવેલાં હતાં જેથી બીજા શહેરેથી તેનું વ્યકિતત્વ ભિન્ન હતું. બીજું નામ “આરાસનાકર” જેનો અર્થ પથ્થરની ખાણ થાય છે તે ઉપરથી પણ એજ નિર્ણય આવી શકે. ખરી રીતે એમ છે કે પહેલાં જે ઇમારત હતી તથા હાલ જે ઇમારત છે તે પથ્થરની છે. વળી સ્વાભાવિક રીતે એમ પણ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે આ જુના શહેરનું નામ આરાસણ ભુલાઈ જવાયું હશે અને તેને બદલે કુંભારીઆ મુકયું હશે. આના જવાબમાં ફોર્બસ કહે છે કે ચિતડના રાણું કુંભાએ આ બંધાવ્યું માટે તેને કુંભારીઆ કહે છે. પણ આ માની શકાય નહીં; કુંભારીઆનાં પુરાણાં મકાનો ઉપરથી એમ વ્યક્ત થાય છે કે આ શહેર રાણા કુંભાની પહેલાં ઘણાં વર્ષનું જુનું છે. એમ પણ કારણ આપી શકાય કે આ પુરાણું શહેર વિમલશાહ અને રાણા કુંભાના વખતની વચ્ચે નાશ થયું હશે અને તેને કુંભાએ પુનરૂદ્ધાર કર્યો હશે. આ સબબ પણ સબળ નથી. કારણ કે મહાવીરના દેવાલયમાંની દેવકુલિકાની બેઠક ઉપર કોતરેલા લેખમાં ઈ. સ. ૧૬૧૮ ની મિતિ છે અને તેમાં આરાસન શહેર વિષે ઉલ્લેખ છે. રાણો કુંભ ઈ. સ. ૧૪૩૮ થી
૫૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org