________________
પ્રાચીનજૈનલેખસંગ્રહ,
(2019)
[હરિતકુંડી
પાસેથી દર મનુષ્યે એક પેલ્લક; ( ૬ ) પ્રત્યેક અરઘટ્ટ ( અરટ્ટ–કુવા ) દીઠ ૪ શેર ગહુ' તથા જવ; (૭) પ્રત્યેક પેડ્ડા પ્રતિપાંચ પાંચ પળ; (૮) દર ભાર (૨૦૦૦ પળને એક ભાર ) ઉપર વિશેપકા નામના એક ચલણી શિક્કો. (૯) કપાસ, કાંસુ, કુકુમ અને મ‘જી વગેરે યાણાની દરેક ચીજના દર ભાર દીઠ દશ દશ પળ; ( ૧૦ ) ગડું, જવ, મગ, મીઠું, રાળ આદિ જાતની ચીજોના પ્રત્યેક દ્રોણે એક માણુક; ઇત્યાદિ. આ પ્રમાણે વિદગ્ધરાજાએ દાન તરીકે આપ્યું હતું તેમાંથી હું ભાગ ભગવાન્ ( મદિર ) માટે લઇ જવામાં આવતા અને ૐ ભાગ આચાર્યના વિદ્યાધન તરીકે ખવામાં આવતા. ( ૮–૧૮ ) સંવત્ ૯૭૩ ના આષાઢ માસમાં આ પ્રમાણે વિદગ્ધરાજાએ શાસનપત્ર કર્યું હતુ. અને સ'. ૯૯૬ ના માઘ માસની વદ્દી ૧૧ ના દિવસે મ'મટરાજાએ ક્રી તેનું સમર્થન કર્યું હતુ. ( ૧૯-૨૦) અતિમ પદ્યમાં જણાવેલું છે કે, આ જગમાં જ્યાંસુધી પર્વત, પૃથ્વી, સૂર્ય, ભારતવર્ષ, ગંગા, સરસ્વતી, નક્ષત્ર, પાતાલ અને સાગર વિદ્યમાન રહે ત્યાંસુધી આ શાસનપત્ર કેવશસૂરિની સંતતિમાં ચાલતું રહે. અંતે ફ્રી ગદ્યમાં ૯૭૩ અને ૯૬ ની સાલે આપી સત્યાગેશ્વર નામના સૂત્રધારે આ પ્રશસ્તિ કેાતરી, એમ જણાવી લેખ સમાપ્ત કર્યાં છે. ( ૩૧૯૩૨૨ ).
આ નબરેવાળા લેખા હથુડી ( હસ્તિપુડી ) ગામથી ૧ માઈલ આવેલા મહાવીર-મૉંદિરમાંના જુદા જુદા સ્તભા ઉપર કાતરેલા છે, અને મ્યુને શ્રીયુત ડી. આર. ભાંડારકર એમ. એ. તરફથી મળેલા છે. એ સ્થાન ઘણા જુના કાલથી રાતા-મહાવીરના નામે પ્રસિદ્ધ છે, અને એક તીર્થ સ્થળ તરીકે ગણાય છે. ઉપરને મ્હોટ શિલાલેખ પણ કર્નલ અને આજ મદિરમાંની એક ભીતમાંથી મળી આવ્યા હતા. ઉપરના લેખમાં જણાવ્યા પ્રમાણે આ સ્થળે મુખ્ય કરીને ઋષભદેવ-મદિર હવુ* જોઇએ પરંતુ વર્તમાનમાં તે મહાવીર–મદિર વિદ્યમાન છે; અને એ મહાવીર–મંદિર પણ ઘણા
Jain Education International
૬૧૭
For Private & Personal Use Only
www.jainelibrary.org