________________
તીર્થના લેખે. ન. ૩૧૦-૩૨૨ ] ( ૧૦ )
. . . ' અવકન,
- ૩૧૯ નબરવાળે લેખ રાતા મહાવીરના મંદિરના સભામંડપમાંના એક સ્તંભ ઉપર ૧૪ પંકિતઓમાં કતરેલો છે. સંવત્ ૧૩૩૫ ને શ્રાવણ વદિ ૧ ના દિવસે સમીપાટિ (સેવાડી) નામના ગામની મંડપિકા (માંડવી-જ્યાં આગળ જકાત વિગેરે ચુકવવામાં આવે છે) માં, ભાંપા હટ, ભાવા પયરા, મહ૦ સજનઉ, મહં. ધીણું મોં ધણસીનઉ અને ઠઠ દેવસીહ આદિ પંચકુલે (પ) શ્રીરાતા મહાવીરના નેચા માટે વર્ષેદહાડે ૨૪ દમ આપવાનું ઠરાવ્યું છે, તેથી સમીપાટિની મંડપિકાવાળા દરેક પંચકુલે તે આપતા રહેવું એમ જણાવવામાં આવેલું છે.
આજ લેખની નીચે ૬ પંક્તિમાં એક બીજો લેખ કેરેલે છે, તેની મિતિ ૧૩૩૬ ની છે, અર્થાત્ ઉપરના લેખ પછી બીજી વર્ષે આ છેતરવામાં આવ્યું છે. આમાં જણાવેલું છે કે ઉપરના લેખમાં જે ૨૪ દ્રમ્મ આપવાનું ઠરાવ્યું છે તેમાં અરસિંહ નામના શેઠે, નાગ નામના શેઠના શ્રેય માટે ૧૨ દ્રમ્પને વધારે ઉમેરે કર્યો અને એમ, દર વર્ષે ૩૬ પ્રશ્ન ઉકત મંદિર ખાતે આપવાનું સમિયાટીની મંડપિકામાંથી ઠરાવ્યું.
૩ર૦ નંબરને લેખ પણ એજ સભામંડપના એક બીજા સ્તંભ ઉપર ખેલે છે. તેની ૨૧ પંક્તિઓ છે. હકીકત આ પ્રમાણે છે:--- સંવત્ ૧૩૪પના પ્રથમ ભાદ્રવા વદ ૯ શુકવારના દિવસે, નાડેલના (ચાહમાન) સામંતસિંહના રાજ્યકાલમાં, સમીપાટિના હાકેમ અને લલનાદિ પંચકુલે ઠરાવ કર્યો છે કે--સમિપાટિની મંડપિકામાં, સા. હેમાકે, હથુંડી ગામના શ્રી મહાવીર દેવના નેચા માટે દર વર્ષે ૨૪ ટ્રમ્પ આપવાનું ઠરાવ્યું છે, તેથી તે પ્રમાણે આપતા રહેવું. કે (3) ષ્ણ વિજયે આ લખ્યું છે.
૩૨૧ નંબરને લેખ, એજ મંદિરની પૂર્વ બાજુની પરસાલ નીચે કરેલ છે. સં. ૧૨૯ ના ચૈત્ર સુદી ૧૧ શુક્રવારના દિવસે, રત્નપ્રભ ઉપાધ્યાયના શિષ્ય પૂર્ણચંદ્ર ઉપાધ્યાયે બે આલક (ગોખલા) અને શિખરે કરાવ્યાં, એમ ઉલ્લેખ છે,
૬ ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org