________________
પ્રાચીન જેનલેખસંગ્રહ,
(૨૯).
[ હસ્તિની
વીરસ્વામી બિરાજમાન કર્યા હોય. કદાચિત એમ પણ હોઈ શકે કે આ મંદિર સિવાય બીજું એક મંદિર કષભદેવ સ્વામીનું હાય, અને તે મંદિર પડી જતાં હેમાને શિલા લેખ આ મંદિરમાં મુકવામાં આવ્યું હોય.
. આ ઉહાપોહની સાથે લાવણ્યસમયનું વચન પણ સરખાવવું જરૂરનું છે. લાવણ્યસમય બલિભદ્ર (વાસુદેવસૂરિ) રાસની અંદર લખે છે
હસ્તિકુંડ એહવઉ અભિધાન સ્થાપિઉ ગચ્છપતિ પ્રગટ પ્રધાન. મહાવીરકેરઈ પ્રાસાદિ વાજઈ ભૂગલ ભેરીનાદિ.
અહિ મહાવીરનું મંદિર હોવાનું કહે છે. આમાં પણ લગાર વિચારવા જેવું છે. લાવણ્યસમયના આ વચનથી, એ કલ્પનાઓ થાય છે. યા તે લાવણ્યસમયે બીજા કોઈ પ્રાચીન ગ્રન્થ લેખના આધારે મહાવીરસ્વામીના મંદિરનું નામ લખ્યું હશે. અથવા તે હેમના પિતાના સમયમાં મહાવીરસ્વામીનું મંદિર હેવાથી હેનું નામ લીધું હશે. | ગમે તેમ, પણ અત્યારે લેખમાં વર્ણવેલાં સાષભદેવસ્વામીની પ્રતિમાવાળું અહિં વર્તમાનમાં એક મંદિર નથી. અને જે છે તે ગામથી અડધે ગાઉ દૂર રાતા મહાવીરનું મંદિર છે. ગામમાં શ્રાવકનું માત્ર એકજ ઘર છે.
પહેલાં અહિં રાઠોડેનું રાજ્ય હતું. હેમાંના કેટલાક રાઠોડે જૈન થયા હતા, કે જેઓ હથુંડીયા કહેવાયા હતા. વાલી, સાદડી, સાંડેરાવ વિગેરે મારવાડનાં કઈ કઈ ગામોમાં આ હથુંડીયા શ્રાવકોની થોડી ઘણી વસ્તી જોવામાં આવે છે. વળી હસ્તિકુંડીના નામથી સ્થપાયેલા હસ્તિકુંડીગ૭માં થયેલા વાસુદેવાચા (ઉપરના લેખમાં વર્ણવેલ વાસુદેવાચાર્ય નહિ, પરંતુ હેમની પાટ પરંપરામાં થયેલ) સં. ૧૩૨૫ ના ફાલ્ગન સુદિ ૮ ને ગુરૂવારે કરેલી પ્રતિષ્ઠાવાળી શ્રીષભદેવસ્વામીની મૂતિ ઉદેપુરના બાબેલાના મંદિરમાં છે.”
૬૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org