________________
તીર્થના લેખે. નં. ૩૦૨-૩૦૬ ] ( ૧૮૦)
અવલોકન,
સભવનાથ મંદિર, “નેમિનાથના દેવાલયની પશ્ચિમ બાજુએ સંભવનાથ દેવાલય આવેલું છે જેમાં ભમતી કે દેવકુલિકાઓ નથી. એક અર્વાચીન કમાન કરેલી છે જેમાંથી રંગમંડપમાં જવાય છે. ગૂઢમંડપને ત્રણ દવાર હતાં તેમાંના બાજુના દૂવારો ને પણ કમાનો હતી, પરંતુ હાલના આ બંને દુવાર બંધ કર્યા છે. મુખ્ય દ્વાર સારા કોતરકામ વાળું છે. દેવગૃહમાં એક અર્વાચીન પ્રતિમા છે જે એક પ્રાચીન વેદી ઉપર જ બેસાડેલી છે. આ પ્રતિમાનું લાંછન અશ્વ જેવું કર્યું છે તેથી તે સંભવનાથ હોવા સંભવે છે. દેવગૃહની ભી તે ઉપર પ્લાસ્ટર કરેલું છે. મધ્યનું શિખર જુનું છે પણ તે પુનઃ બંધાવેલું હોય તેમ જણાય છે. તેની આગળના કેટલાંક લ્હાના ન્હાના શિખરે અર્વાચીન છે.”
આરાસણને ઇતિહાસ. આરાસણને નાશ કયારે થયે અને તેનું આધુનિક નામ ક્યારે અને કયા કારણે પડયું તે હજુ સુધી અંધારામાં છે. હાલમાં રહેલાં જૈનમંદિર કયારે બધાણાં તથા કોણે બંધાવ્યાં તે પણ જાણી શકાયું નથી. શ્રીયુત ડી. આર. ભાંડારકર એમ. એ. ઉકત રીપિટમાં (ગ્રેસ રીપોર્ટ ઑફ ધી આકિઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા વેસ્ટર્ન સર્કલ, ઈ. સ. ૧૯૦૫-૦૬) એ સંબંધી કેટલે ઉહાપોહ કર્યો છે, તે ઉપગી દેવાથી અત્ર આપું છું—
“ કુંભારીઆના દેવાલયોથી માલુમ પડશે કે તે બધા એક જ સૈકામાં થએલાં છે. જૈન દેવાલયમાંનાં ચાર દેવાલયો જે નેમિનાથ, મહાવીર શાંતિનાથ અને અને પાર્શ્વનાથનાં છે તેમને, બેશક, સમરાવવામાં આવ્યાં છે. તથા કોઈક કઈક વખતે વધારો કરવામાં તથા પુનરૂદ્ધાર કરવામાં આવ્યો છે. પણ મૂળ કારીગરીની મિતિ, સ્તંભ તથા કમાને જે એકજ શૈલીની છે અને જે વિમળશાહના દેલવાડાના દહેરાના જેવો છે તેના ઉપરથી, સૂચિત થાય છે. વળી એમ પણ કહેવાય છે કે આ દેવાલો પણ વિમળશાહે બંધાવ્યાં હતાં. આબુ ઉપર બંધાવેલા વિમળશાહના ઋષભનાથને દેવાલયમાં આવેલા એક લેખ ઉપરથી વિમળશાહની મિતિ ઈ. સ. ૧૦૩૨ જણાય છે. કારીગરી
૫૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org