________________
પ્રાચીન જેનલેખસંગ્રહ.
(૧૭૫)
[ આરાસણ
-
# ૧
| ( ર૮૯) આ લેખ એક પાર્શ્વનાથની પ્રતિમા ઉપર કતરેલો છે. સં. ૧૨૦૬ ના જયેષ્ઠ સુદિ ૯ મંગળવારના દિવસે છે. સહજિગના પુત્ર ઉદ્ધા નામના પરમ શ્રાવકે પોતાની સ્ત્રીસલક્ષણના શ્રેય માટે, પોતાના ભાઈ ભાણેજ અને બહેન આદિક પરિવાર સહિત, શ્રી પાર્શ્વનાથનું બિંબ કરાવ્યું જેની પ્રતિષ્ઠા શ્રી અજિતદેવસૂરિના શિષ્ય શ્રી વિજયસિંહસૂ રિએ કરી.
આ અજિતદેવસૂરિ તે સુપ્રસિદ્ધ આચાર્ય શ્રીમુનિચંદ્રસૂરિના શિષ્ય અને પ્રવરવાદી શ્રીદેવસૂરિના ગુરૂભ્રાતા હતા. મુનિસુન્દરસૂરિની અર્વાવતીમાં લખ્યા પ્રમાણે તેઓ શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવની કર મી પાટે થએલા છે. ૪૩ મી પાટે વિજયસિંહસૂરિ થયા જેમણે આ લેખક્ત પ્રતિમાની પ્રતિષ્ઠા કરી છે. હિંદૂકવર, કુમારપારિવો* સુમતિનાચરિત્ર આદિ અનેક ગ્રંથના કર્તા અને “શતાથ ની બુદ્ધિપ્રભાવ જણાવનારી પદવીના ધારક સેમપ્રભાચાર્ય આજ વિજયસિંહ સૂરિના પટ્ટધર હતા. વિશેષ માટે જુઓ ઉક્ત મુવી ૭૨–૭૭ તથા “સૈનહિતૈષી પત્રમાં (ભાગ ૧૨ અંક ૯-૧૦, તથા ભાગ ૧૩) અંક ૩-૪) સેમપ્રભાચાર્ય અને સૂકિતમુકતાવલી વિષયે પ્રકટ થએલા મહારા બે લેખે.
આ લેખ સંબંધી હકીકત ઉપર ૨૭૯ નબરના લેખાવેલેનમાં આવી ગઈ છે.
(૨૯૧ ) આજ મંદિરની એક દેવકુલિકા ઉપર આ લેખ કરે છે. સં, ૧૩૩૫ ના માઘ સુદિ ૧૩. ચંદ્રાવતી નિવાસી સાંગા નામના શ્રાવકે પિતાના કલ્યાણ માટે શાંતિનાથ લિંબ કરાવ્યું જેની પ્રતિષ્ઠા વિદ્ધ માનસૂરિએ કરી છે.
* આ ગ્રંથ, ગાયકવાડસ્ ઓરીએન્ટલ સીરીઝમાં મહારા તર્કથી સંશોધિત થઈ મુદ્રિત થાય છે. એમાં હેમચંદ્રાચાર્યે કુમારપાલ રાજાને જૈન ધર્મ સંબંધી કરેલા બોધનું વર્ણન છે.
૫૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org