________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ,
(૧૭૧)
[ આરાસણ
આ લેખમાં જણાવેલા બાહડને ફૉર્બસે કુમારપાલ ચલુને મંત્રી બાહડ માન્ય છે પરંતુ તે પ્રકટ ભૂલ છે. મંત્રી બાહડ તે (ઉદયનને પુત્રી જાતિએ શ્રીમાલી હતું અને આ બાહડ તે જાતિએ પ્રાગ્વાટ (પોરવાડ) છે. તેથી આ બન્ને બાહડે જુદા જુદા છે. સમય બંનેને લગભગ એક જ હોવાથી આ ભ્રમ થયેલ હોય તેમ જણાય છે.
આગળ નં. ર૯૦ વાળે લેખ પણ આ લેખ સાથે મળીને છે. એ લેખ મૂલનાયકની ડાબી બાજુએ આવેલી ભમતીમાંની વાસુપૂજ્ય દેવકુલિકામાં પ્રતિમાના પદ્માસન ઉપર કોતરેલે છે. પ્રસ્તુત લેખમાં જણાવેલી–સંવત્ ૧૩૩૮ માં બનાવેલી–વાસુપૂજ્ય દેવકુલિકા તે આજ છે.
લેઓક્ત હકીક્ત સ્પષ્ટ જ છે. આ બન્ને લેખમાં આવેલાં મનુબેનાં નામે પરસ્પર સંબંધ આ પ્રમાણે છે –
* પિરસીના ગામ, મહીકાંઠામાં આવેલા ઈડર રાજ્યમાં આવેલું છે. ત્યાં હાલમાં એક જૈન મંદિર છે. એ સ્થલ તીથ જેવું ગણાય છે. પૂર્વે ત્યાં વધારે મંદિર હોવાં જોઈએ એમ જણાય છે.
૫૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org