________________
તીર્થના લેખે નં. ૨૭૮-૯]
૧૭૦ )
અવલોકન
નાથની પ્રતિષ્ઠા કરી હતી. (તથા મારા ર નેમિનાથપ્રતિષ્ઠા ક્રેતા) એથી જણાય છે કે પ્રથમ આ મંદિરમાં ઉકત આચાર્યની પ્રતિષ્ઠિત કરેલી પ્રતિમા વિરાજિત હશે પરંતુ પાછળથી કેઈ કારણથી તે ખંડિત કે નષ્ટ થઈ જવાના લીધે તેના સ્થળે, વેહરા રાજપાલે આ નવી પ્રતિમા બનાવી વિજયદેવસૂરિના હાથે પ્રતિષ્ઠિત કરી છે, એમ જણાય છે.
(ર૭૮)
. એજ મંદિરમાં ઉપર્યુક્ત પ્રતિમાની દક્ષિણ બાજુએ આ દિનાથ તીર્થકરની પ્રતિમા સ્થાપિત છે તેની પલાંઠી નીચે આ ન. ર૭૮ ને લેખ કરે છે. લેખની સાલ અને પ્રતિષ્ઠાતા આચાર્યનું નામ ઉપરના લેખ પ્રમાણે જ છે. પ્રતિમા કરાવનાર શ્રીમાલજ્ઞાતીના વૃદ્ધશાખાવાળા સા. રંગ (સ્ત્રી કલારી) સુત લહુઆ -સુત પનીઆ સુત સમર સુત હીરજી છે.
(૨૭૯) આ લેખ મૂલ મંદિરની ડાબી બાજુએ આવેલી ભમતીમાંની છેલ્લી દેવકુલિકાની ભીંત ઉપર કેતલે છે. હકીકત આ પ્રમાણે છે
પ્રાગ્વાટ વશના છે. બાહડયે શ્રીજિનભદ્રસૂરિના સદુપદેશથી પાદપરા (ઘણું કરીને વડેદરાની પાસે આવેલું હાલનું “પાદરા) નામના ગામમાં ઉદરવસહિકા નામે એક મહાવીર સ્વામિનું મંદિર બનાવ્યું હતું. તેના બે પુત્ર થયા બ્રહ્મદેવ અને શરણુદેવ. બ્રહ્મદેવે સં. ૧૨૭૫ માં અહિંનાજ (આરાસણમાં) શ્રી નેમિનાથ મંદિરના રંગમ ડપમાં “દાઢા ધર” કરાવ્યું. તેના ન્હાના ભાઈ . શરણદેવ ( સ્ત્રી સૂવદેવી) ના વીરચંદ્ર, પાસડ, આંબડ અને રાવણ નામના પુત્રોએ પરમાનંદસૂરિના સદુપદેશથી સંવત્ ૧૩૧૦ માં સપ્તતિશતતીર્થ (એકસો સિત્તેર જિન શિલાપટ્ટ) કરાવ્યું. વળી સં. ૧૩૩૮ માં એજ આચાર્યના ઉપદેશથી પિતાના સમસ્ત પરિવાર સહિત એ ભાઈઓએ વાસપૂજ્ય તીર્થંકરની દેવકુલિકા કરાવી. સં. ૧૩૪૫ માં સમેતશિખ૨ નામનું તીર્થ કરાવ્યું તથા મહેાટી યાત્રા સાથે તેની પ્રતિષ્ઠા કરી જે અદ્યાપિ *પોસીના નામના ગામમાં શ્રીસંઘવડે પૂજાય છે.
૫૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org