________________
તીર્થના લેખે. ન. ૨૭૨ થી ૨૭૬ ] ( ૧૬૪)
અવલોકન.
મૂંગથલા કરીને એક ગામ છે તેજ પ્રાચીન મંડસ્થલ મહાતીર્થ છે. એ ગામ પૂવે ઘણું સારી રીતે આબાદ હતું એમ ઐતિહાસિક ઉલ્લેખેથી જણાય છે; પરંતુ વર્તમાનમાં તે એ તદ્દન ઉજ્જડ જેવું લાગે છે. ગુરુગુણારત્નજર કાવ્ય ઉપરથી જણાય છે કે તપગચ્છાચાર્ય શ્રી મુનિસુન્દરસૂરિએ મુંડસ્થલમાં સં. ૧૫૦૧ માં લક્ષ્મીસાગરને વાચકપદ આપ્યું હતું અને તે વખતે તેમના ભાઈ સંઘપતિ ભીમે એ પદને ઘણા ઠાઠથી મહત્સવ કર્યો હતો. એ ગામમાં હાલમાં કેટલાંક તૂટેલાં મંદિરે પડયાં છે. તેમાં એક જૈન મંદિર પણ વિશાલ આકારવાળું દેખાતું દૃષ્ટિગોચર થાય છે. એજ મંદિરના સ્તર વિગેરે ઉપર નં. ૨૭૨ થી ૭૬ સુધીના લેખો કે તરેલા છે. '
પ્રથમના બે લેખ સં. ૧૨૧૬ ના છે તેમાં વીસલ અને દેવડા નામના શ્રાવકેએ આ સ્તંભ કરાવ્યાં છે આ ઉલ્લેખ કરેલ છે. બીજા બે લેખે સં. ૧૪ર૬ ની સાલના છે. તેમાં જણાવ્યું છે કે-કેરંટ ગચ્છવાળા નનાચાર્યના વંશમાં, મુંડસ્થલ ગ્રામમાં શ્રી મહાવીર સ્વામિના મંદિરને પ્રાવાટ જ્ઞાતિના ઠ. મહિપાલની ભાર્યા રૂપિણીના પુત્ર સિરપાલે જીર્ણોદ્ધાર કર્યો. કલશ અને દંડની પ્રતિષ્ઠા કરાવી. આજુબાજુની ૨૪ દેવકુલિકાઓમાં બિબોની પ્રતિષ્ઠા કરાવી. પ્રતિષ્ઠા કરનાર કકકસૂરિના શિષ્ય સાવદેવસૂરિ.
ર૭૬ નંબરનો લેખ સં. ૧૪૪૨ ના વર્ષને છે. તેમાં રાજા કાન્હડદેવના પુત્ર વીસલદેવે, આ મહાવીરના મંદિરમાં સવાડીયા ઘાટ (?) દાનમાં આપ્યાને ઉલ્લેખ છે.
* मुण्डस्थलेऽथ मुनिसुन्दरसूरिभिर्य__ यें स्थापितास्तदनु वाचकतापदव्याम् । भीमेन सङ्घपतिना निजबान्धवेनाऽऽरब्धोद्धवे विधुवियद्वसुधाङ्कवर्षे ॥
–પ્રથમ, ૨૦ પચા
૫૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org