________________
ઉપરના લેખે. નં. ૧૩૪ થી ૨૪૮ ] (૧૫)
અવલોકન.
કસૂરિનું પણ નામ આવેલું છે. આ ઉપરથી જણાય છે કે એ જીર્ણો દ્ધિાર વખતે, આ આચાર્યો પણ ત્યાં વિદ્યમાન હતા.
નંબર ૧,૬૯-૭૦-૭૨-૭૪૭૫-૭૬-૭૭-૮૦-૮૩-૮૫-૮૬-૮૮ -૯૦-૯૦-૯૫–૯૭––૨૦૦-૦૪-૦૫-૦૭-૦૮–૧૧–૧૩–૧૪–૧૫, અને રરર વાળા (ર૭) લેખે સંવત્ ૧૨૪૫ ના છે. આ લેખે ઉપરથી જણાય છે કે એ વખતે પણ એ મંદિરનો ઉદ્ધાર કે પ્રતિષ્ઠા મહત્સવ જેવું કાંઈ વિશેષ કાર્ય થયું હશે. એ લેખેમાં મુખ્ય રીતે પ્રાગ્વાટ જ્ઞાતીય મહામાત્ય પૃથ્વીપાલના પુત્ર મહામાત્ય ધનપાલનું નામ આવે છે. એ મહામાત્ય ક્યાને રહેવાસી હતું તે આ લેખો ઉપરથી જાણી શકાતું નથી. હસ્તિશાળાની અંદર એના નામને પણ એક હાથી ઉભે છે. ૧૫૭ નંબરના લેખમાં, જે સંવત્ ૧૨૦૪ ને છે, આનંદ પુત્ર પૃથ્વીપાલ મંત્રીનું નામ છે તે ઘણે ભાગે એ ધનપાલને પિતા જ પૃથ્વીપાલ હશે. કારણ કે હસ્તિશાળામાં ધનપાલના હાથી સાથે પૃથ્વીપાલ અને આનંદના નામના પણ અનેક હાથી ઉભે છે અને જેના ઉપર એજ ૧૨૦૪ ની સાલ છે. ૨૧૩ અને ૧૪ નબરના લેખે મંત્રી યશવીરના છે, જેનું વર્ણન ઉપર ૧૦૮–૦૯ નંબરના લેખાવકનમાં કરવામાં આવ્યું છે. ૨૧૩ ને લેખ તે ઉકત બને લેઓ જે જ છે. ૧૪ ને લેખ ગદ્યમાં છે અને તેમાં લખેલું છે કે, મંત્રી યશવીરે પિતાની માતા ઉદયશ્રીના શ્રેયાર્થે તેરણ સહિત દેવકુલિકા બનાવી તેમાં આ પ્રતિમા પધરાવી છે.
આ લેખોમાં પ્રતિષ્ઠા કરનાર તરીકે એક તે આરાસનવાળા બ્રહદૂગચ્છીય આચાર્ય દેવસૂરિના શિષ્ય દેવચંદ્રસૂરિનું નામ છે, અને
* એ હાથી ઉપરથી સંવતને આંક ભુંસાઈ ગયો છે પરંતુ પં. ગૌરીશંકર ઓઝાએ તેના ઉપર ૧૨૩૭ ની સાલ વાંચી છે, એમ તેમને “સારો થી તાર' (પૃ. ૬૩) ના લખાણથી જણાય છે,
૫૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org