________________
ઉપરના લેખે. નં. ૧૩૨ ]
(૧૪૨)
અવલોકન
nnnnnnnn
૧૨૮૮ આપી છે. વળી તેમાં વિશેષમાં કહેવામાં આવ્યું છે કે આ દેવાલયો લેચ્છાએ ભાંગ્યા હતાં અને શક ૧૨૪૩ માં એટલે કે વિ. સં. ૧૩૭૮ માં) પહેલું મહણસિંહના પુત્ર લલ્લે તથા બીજું વેપારી ચંડસિંહના પુત્ર પી. થડે સમરાવ્યું હતું. આપણે આગળ જોઇશું કે ૧૩૭૮ માં મહણસિંહના પુત્ર લલ્લે (લાલિગ) તથા ધનસિંહના પુત્ર વિજડે વિમળનું દેવાલય સમરાવ્યું હતું, અને જે માણસે તેજ:પાલનું દેવાલય (લુણિગવસતિ) સમરાવ્યું તેનું નામ દેવળમાં આવેલા એક લેખમાં “પેથડ ” એમ આપ્યું છે
અહીં જે લેખની આપણે ચર્ચા કરીએ છીએ તે વિમલના દેવાલયના અગ્રભાગમાં આવેલી દેવકુલિકાની બાજુ ઉપરની ભીંતમાં ચઢેલા એક કાળા પથર ઉપર કરવામાં આવ્યો છે. આ લેખમાં ૩૦ પંકિતઓ છે અને તે ૧” ૭ થી ૧ ૮ પહોળા તથા ૧ ૧૩” લાંબે છે; પણ પ્રથમની ૨૨ લીટીઓ એટલી લાંબી છે. ૨૩ થી ૨૯ સુધીની લીટીઓ માત્ર ૧” પ” લાંબી છે, અને ૩૦ મી લીટી ( જેમાં માત્ર મિતિજ છે ) માત્ર ૩ લાંબી છે. આ લેખનો ધણોખરો ભાગ સારી સ્થિતિમાં છે લીટી ૧૬ માં લગભગ ૧૦ અક્ષરો તથા લીટી ૧૭ માં ચાર અક્ષર જતા રહ્યા છેતથા કેટલેક સ્થળે લેખ વાંચી નહિ શકાય તેવો છે. આનું મુખ્ય કારણ એ છે કે અક્ષરો ધણી બેકાળજીથી કતરેલા છે અને એટલા અડોઅડ કાઢેલા છે કે શાહીથી પાડેલી અનુકૃતિમાં તે બરાબર પડી શક્યા નથી. અક્ષરનું કદ ” થી 3" સુધીનું છે. તે નાગરી લિપિમાં છે અને ભાષા સંસ્કૃત છે; તથા આરંભમાં માનસર્વતીર્થ ગરાસ્તિાિદ્ય , લીટી ૯ માં ૩ રાજ્ઞાવી છે અને લી. ૩૦ માં મિતિ; એ સિવાય આખો લેખ ૪ર પદ્યમાં લખ્યો છે. ર અને ૩ સ્પષ્ટ રીતે કાઢેલા છે; પણ કેટલેક ઠેકાણે વ ને બદલે વ કાઢે છે જેમ કે –લી. ૧૬-સર્વજ્ઞ લી. ૨૧
* પ્રા. કલહોર્નના લેખ પાઠમાં જે અક્ષર જતા રહેલા છે તે બક્ષરે મહારા પાઠમાં આપેલા છે. મને એ લેખની એક જુની લખેલી નકલ મળી આવી છે જે લગભગ ૩૦૦ વર્ષ ઉપર લખાયેલી હશે, તેમાં લેખપાઠ સંપૂર્ણ છે. તે નકલને હે મહારા પાઠમાં ઉપયોગ કર્યો છે. અને છે. ટીલોને જતા કર્યા અક્ષરને મહું સ્વસ્થાને બેસાડી રાખ્યા છે–સંચાહક
૧ જયારે આ લેખ મેં પૂરો કર્યો ત્યારે મી. ગૈારીશંકર હીરાચંદ ઓઝાએ તથા ગવર્નમેંટ એપીગ્રાફી (Government Epigraphist ) મેલેલી ન મારા લેખ સાથે સરખાવતાં મારા પાઠો ખરા લાગ્યા.
પપ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org