________________
ઉપરના લે. ન. ૬૫ ]
(૨૪)
અવલોકન
આ લેખ તથા નં. ૧૦૬, ૧૦૭, ૧૨૧, ૧૨૨, ૧૨૩, ૧૨૬, અને ૧૨૭ વાળા લેખે એક જ કુટુંબના છે. નં. ૧૦૬–૭ વાળા લેખેમાં જણાવ્યું છે કે–પૂર્વે નાગપુરમાં (મારવાડમાં–જોધપુર રાજ્યના તાબે આવેલું હાલનું નાગર શહર) વરદેવ નામે શ્રેષ્ઠી હતો જેનાથી વરડીયા” આવું નામ એ વંશનું પડ્યું. તે વરદેવને બે પુત્ર હતા એક આસદેવ અને બીજો લીધર. આસદેવને સા. નેસડ, આભટ, માણિક અને સલખણ તથા લક્ષ્મીધરને થિરદેવ, ગુણધીર, જગેધર અને ભુવન નામે પુત્રો થયા. તેમાં ફક્ત એકલા એમડના જ વંશજેનું આ બધા લેખમાં વર્ણન છે. ડે. પીટર્સનના ૩ જા રીપેર્ટમાં (પૃષ્ટ ૬૦ અને ૭૩) એ વંશ સંબધી બે પ્રશસ્તિઓ આપેલી છે. જેમાં એકમાં નેમડને વંશનું વિસ્તૃત વર્ણન આપ્યું છે. નેમડ જાતિએ પલીવાલ વૈશ્ય હતું. તે કઈ કારણથી પિતાના મૂળ વતન નાગપુરને છેડી પાલ્ડણપુરમાં આવીને રહ્યો હોય એમ બીજી પ્રશસ્તિના ઉલ્લેખ ઉપરથી જણાય છે. એના સંતાને તપાગચ્છને બિરૂદ પ્રાપ્ત કરનાર જગચંદ્રસૂરિના શિષ્ય દેવેન્દ્રસૂરિ, વિજ્યચંદ્રસૂરિ અને દેવભદ્રગણું એ ત્રિપુટીને અનુરાગી હતા. એમના ઉપદેશથી નેમડના સંતાનમાંથી દરેકે જુદા જુદા અનેક ધર્મકાર્યો કર્યા હતાં. એ પ્રશસ્તિ તથા પ્રસ્તુત લેબેમાંથી તેમની વંશાવલી આ પ્રમાણે બને છે –
૫૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org