________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
(૯)
[ ગિરનાર પર્વત
^^^^^^
^^^^^^^^^^^^^^^^^^^
^^
^^^
^
કર્ણના સમયમાં શ્રીમાલ ( ભિન્નમાલ) થી તે પ્રથમ ગુજરાતમાં વ્યાપાર સારૂ આવ્યો. સિદ્ધરાજે તેને સ્તંભતીર્થ (ખંભાત)ને અધિકારી નિયમે હતો. કુમારપાલ જ્યારે સિદ્ધરાજથી નાસતો રહેતો હતો ત્યારે મંત્રી ઉદયન પાસે ગયો હતો અને પાથેય (ભાથું ) માગ્યું હતું પણ રાજભયથી તેણે આપ્યું ન હતું. પરંતુ હેમચંદ્ર ( જેના પિતાએ ઉદયનની પ્રેરણાથી તેને સાધુ થવા દીધો હતો અને જે ઉદયનને આશ્રિત (?) હતા. ) તેને કુમારપાલ ભવિષ્યમાં રાજા થશે એ વચન કહેવાથી તેણે પાથેયાદિ આપી જવા દીધે. ( પ્રભાવક ચરિત. ) ઝિંઝુવાડાના પ્રાચીન કિકલાના કેટલાક ભાગમાં મર્દ છે ૩૪ એમ અક્ષરે છે, તે દર્શાવે છે કે તેની અધ્યક્ષતાએ તે બંધાયો હશે. ( રાસમાલા ભા. ૧, પૃ. ૩૭૯) કુમારપાલ રાજા થયો ત્યારે તેણે તેના બદલામાં ઉદયનના પુત્ર વાહડને (મહાકવિ વાટ વા વાઢ) મહામાત્ય પદ આપ્યું. (કુમારપાલ ચરિત.) સંવત ૧૨૧૩ ના એક લેખમાં એ વાત સ્પષ્ટ છે. - કુમારપાલે ઉદયનને સૈરાષ્ટ જીતવા મોકલ્યો હતો, ત્યાં તે આશરે સં. ૧૨૦૫ (કે ૧૨૦૮ ) માં જીવતાંત પા.
(લેક ૩) ચાહડ–એ ઉદયનને તૃતીય પુત્ર હતો. (૧) (મહાકવિમહામાત્ય ) વાહડ વાટ વા વાગભટ્ટ ). ( ૨ ) ( રાજપિતામહરાજસંહાર (પ્ર ચિં) આંબડ (આદ્મભટ્ટ). (૩) (રાજઘરટ્ટ (પ્રચિં) ચાહડ (પાઠભેદે-બેહડ–આહડવા આસ્થડદેવ) અને (૪) (સત્રાગાર) સોલ્લાક.
અત્ર આ અવધેય છે કે પ્રાચીન લિપિમાં ૨ અને ૨ બહુ સમા લખાતા અને તેથી કેટલીકવાર પ્રતિકૃતિ કરનારા અને બહુવાર અપરિચિત વાચકે તેથી ઉભય મળે ભ્રમમાં પડી જતા. એ કારણથી પ્રબંધચિંતામણિ આદિ ગ્રંથોમાં અને તેને અનુસાર રાસમાલા આદિમાં ઉભયનાં નામ અને તેથી તેમના ચરિતમાં બહું બ્રમ અને મિશ્રણ થઈ ગયાં જણાય છે.
સ. ૧૩૦૫ ના ગિરિનાર ઉપરના એક મુદિત લેખમાં (જેના જ વિષયમાં આ અવતરણ કરવામાં આવ્યું છે અને જેનો અર્થ ઉપર લખાઈ ગ છે ) પદ્મસિંહના પિતાનું નામ વાદ્ય મુદ્રિત થયું છે, પણ પ્રસ્તુત (આ મહાકાલેશ્વરવાળા લેખના) સુપ્રતિબિંબમાં રાઃ એમ સ્પષ્ટ છે,
“હિસ્ટી ઓફ ગુજરાત માં (પૃ. ૧૫૦) ઉદયનને પાંચ પુત્રો હતા એમ લખ્યું છે, તે ચાહડ અને અહડને ભ્રમથી ભિન્ન ગણી લખાયું છે.
४८८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org