________________
પ્રાચીન જેનલેખસંગ્રહ.
(૧૨૧)
[ આબુ પર્વત
પ્રહાદનપુર (પાલનપુર) માં આવેલા પાહણુવિહાર નામના મંદિરમાં ચંદ્રપ્રભતીર્થકરના મંડપમાં બે ખત્તકે કરાવ્યાં.
આ જ મંદિરની જગતી (ભમતી=પ્રદક્ષિણામાર્ગ ) માં નેમીનાથની આંગળવાળા મંડપમાં મહાવીર જિનની પ્રતિમા કરાવી. આ બધું (એ ભાઈઓએ) કરાવ્યું છે.
નાગપુરીય અને વરડીયા વંશના સા. નેમડના પુત્ર સા. રાહડ અને સા. જયદેવ, તેમને ભાઈ સા. સહદેવ, તેને પુત્ર સંઘપતિ સા. બેટા તથા તેને ભાઈ ગોસલ સા. જયદેવના પુત્ર સા. વીરદેવ, દેવકુમાર અને હાલય, સા. રાહડના પુત્ર- સા. જિણચંદ, ધણેશ્વર અને અભયકુમાર, તેમના લઘુ ભાઈ સા. લાહડે પોતાના કુટુંબ સાથે આ કરાવ્યું (શું કરાવ્યું છે, તે લેખમાં જણાવ્યું નથી, પરંતુ એમ જણાય છે કે જે દેવકુલિકા ઉપર આ લેખ કરવામાં આવ્યો છે, તે દેવકુલિકા એણે કરાવી હશે.) નાગેન્દ્ર ગચ્છના આચાર્ય વિજયસેનસૂરીએ પ્રતિષ્ઠા કરી.
૩૩ મી પંક્તિથી તે ૪૫ મી પંક્તિ સુધીની ૧૩ પંક્તિઓ પાછળથી ઉમેરવામાં આવી છે એમ વર્ણન અને કોતર કામ બંને ઉપરથી જણાય છે. એમાં જણાવ્યું છે કે –
સા. રાહડના પુત્ર જિણચંદની ભાર્યા ચાહિણીની કુશીમાં અવતરેલા સંઘપતિ સા. દેવચંદે પિતાના માતાપિતાના શ્રેયાર્થે જાવાલિપુરવાળા સુવર્ણગિરિ પર્વત ઉપર આવેલા પાર્શ્વનાથ-મંદીરની એક ઠેકાણેથી જમીનમાં દટાએલી કેટલીક પ્રતિમાઓ મળી આવી હતી જે તદ્દન અખંડિત અને ઘણીજ સંભાળપૂર્વક સચવાએલી જણાતી હતી. એ બધી પ્રતિમાઓ હાલમાં ત્યાંના નવીન મંદિરમાંજ પધરાવેલી છે. એ મૂર્તિ
માંની કેટલીક ઉપર લેખો પણ કોતરેલા છે જે શ્રી બુદ્ધિ સાગરસૂરિ તરફથી હાલમાં જ બહાર પડેલા “નૈન ધાતુ પ્રતિમા જેણે સંપ્રઢ ' ના ભાગ ૧, ને પૃષ્ઠ ૭૮-૭૯ માં આપેલા છે. વિજયદેવસૂરી ઘણીક વખતે એ ગામમાં આવેલા અને રહેલા છે એમ વિનયવ મા ઉપરથી જણાય છે. પૂણિમા–પલ ( પુનમીયાગચ્છ ) ની એક શાખાવાળાઓનું એ મુખ્ય સ્થાન હતું, એમ પણ કેટલાક રાસની પ્રશસ્તિઓથી સમજાય છે,
૫૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org