________________
ઉપરના લેખે. નં. ૬૫]
(૧૧૯)
અવલોકન,
*********************************
વાપરવામાં આવી છે પરંતુ તે ઘણી જ વ્યાકરણ વિરૂદ્ધ છે તથા પ્રાકૃત પ્રગોથી ભરેલી છે. આ લેખમાં, વસ્તુપાલ અને તેજપાલે અનેક સ્થળે મંદિર અને મૂતિ આદિ કીર્તને કરાવ્યાં હતાં તેમાંનાં કેટલાકની નૈધ આપેલી છે. લેખને સાર આ પ્રમાણે છે– ‘સ્વસ્તિ. સં. ૧૨૯૬ ને વૈશાખ સુદી ૩.
શત્રુંજય મહાતીર્થ ઉપર મહામાત્ય તેજપાલે નંદીસર (નંદીશ્વર) ના પશ્ચિમ મંડપ આગળ એક શ્રી આદિનાથ ભગવાનનું બિંબ, તથા વજાદંડ અને કલસ સહિત દેવકુલિકા બનાવી. તથા આજ (આબુ) તીર્થમાં મહં. શ્રીવસ્તુપાલે શ્રીસત્યપુરીય શ્રી મહાવીરબિંબ અને ખત્તક બનાવ્યાં. તથા વળી અહિયાજ પાષાણમય બિંબ, બીજી દેવકુલિકામાં બે મત્તક અને 2ષભઆદિ તીર્થકરેની ચોવીસી બનાવી. તથા ગૂઢમંડપમાં પૂર્વ બાજુના દ્વાર આગળ અત્તક, મૂતિયુમ અને તે ઉપર (૧) શ્રી આદિનાથ ભગવાનનું બિબ બનાવ્યું. ઉર્યંત ( ગિરનાર) ઉપર શ્રીનેમિનાથના પાદુકામંડપમાં શ્રી નેમિનાથનું બિંબ અને ખત્તક બનાવ્યું. આજ તીર્થ ઉપર મહં. શ્રીવાસ્તુપાલના કરાવેલા આદિનાથની આગળ મંડપમાં શ્રી નેમિનાથનું બિંબ અને ખત્તક બનાવ્યું. શ્રીઅર્બુદગિરિમાં શ્રી નેમિનાથના મંદિરની જગતમાં બે દેવકુલિકા અને ૬ બિબે બનાવ્યાં.
જાવાલીપુર માં શ્રી પાર્શ્વનાથના મંદિરમાં આદિનાથનું બિંબ અને દેવકુલિકા કરાવી.
શ્રીતારણગઢ (તારંગા) ઉપર શ્રી અજિતનાથ દેવચૈત્યના ગૂઢ મંડપમાં શ્રી આદિનાથબિંબ અને ખત્તક કરાવ્યાં. મહ
+ જાવાલીપુર તે મારવાડમાં જેધપુર રાજ્યમાં આવેલું જાલેર શહેર છે. - તારંગામાં, મંદિરના પ્રવેશદ્વારની બંને બાજુએ બે મોટા ગોખલાઓ જે બનેલા છે, અને જેમાં હાલમાં યક્ષ-યક્ષિણિઓની મૂર્તિઓ સ્થાપન કરેલી છે, તેના માટે આ ઉલ્લેખ છે. આ બંને ગોખલાઓ-બત્તક વસ્તુ પાલે પિતાના આત્મય માટે બનાવ્યાં છે. એમાં તે વખતે આદિનાથ
૫૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org