________________
ઉપરના લેખ. નં. ૬૫ ]
(૧૧૭)
અવલોકન.
આદિ બાર ગામમાં રહેનારા સ્થાન પતિ, તપોધન, ગુગલી બ્રાહ્મણ અને રાઠિય આદિ સમસ્ત પ્રજાવ, તથા ભાલિ, ભાડા પ્રમુખ ગામમાં રહેનારા શ્રી પ્રતીડારવંશના સર્વ રાજપુરૂએ પોતપોતાની ઈચ્છા પ્રમાણે શ્રી નેમિનાથ દેવના મંડપમાં બેસી બેસીને મહં. શ્રી તેજપાલની પાસેથી પોતપોતાના આનંદ પૂર્વક શ્રીલુણસિંહવસહિકા નામના આ ધર્મસ્થાનનું સકલ રક્ષણ કાર્ય કરવાનું સ્વીકાર્યું છે તેથી પોતાનું એ વચન પ્રામાણિક રીતે પાલવા માટે આ સઘળા જોએ તથા એમની સંતાન પરંપરાએ પણ જ્યાં સુધી આ ધર્મ સ્થાન જગમાં વિદ્યમાન રહે ત્યાં સુધી આનું રક્ષણ કરવું.
કારણ કે–ઉદારચિત્ત વાળા પુરૂષનું એજ વૃત્ત હોય છે કે જે કાર્ય સ્વીકાર્યું હોય તેનું અંત સુધી નિર્વહણ કરવું. બાકી કેવલ કપાલ, કમંડલું, વલ્કલ, વેત યા રક્ત વસ્ત્ર અને જટાપટલ ધારણ કરવાથી તે શું થાય છે !
તથા મહારાજ શ્રીમસિંહદેવે આ લુણસિંહવસહિકામાં વિરાજમાન શ્રી નેમિનાથ તીર્થંકરની પૂજા આદિના ખર્ચ માટે ડવાણી નામનું ગામ દેવદાન તરીકે આપ્યું છે. તેથી સેમસિંહદેવની પ્રાર્થના છે, કે–તેમના -પરમાર–વંશમાં જે કે ભવિષ્યમાં શાસક થાય તેમણે “આચંદ્રક ? સુધી આ દાનનું પાલન કરવું.
એ પછી બે પળે છે જે કૃષ્ણષય નયચંદ્રસૂરિનાં રચેલાં છે અને તેમાં અર્બુદગિરિનું મહમ્ય વર્ણવામાં આવ્યું છે.
અંતમાં, “સં. સરવણને પુત્ર સં. સિંહરાજ, સાધૂ સાજણ, સં. સહસા, સાઈદેપુત્રી સુનથવ પ્રણામ કરે છે. આ પ્રમાણે ઉલ્લેખ છે. આ લીટીના અક્ષરે, ઉપરના આખા લેખથી જુદા પડે છે તેથી જણાય છે કે કેઈએ પાછળથી ઉમેર્યું છે. હેટા તીર્થ સ્થળેમાં યાત્રિઓ આવી રીતે પિતાનું નામ છેતરાવવામાં પુણ્ય સમજતા હતા અને તેના માટે ખાસ દ્રવ્ય આપી આવાં નામ કોતરાવતા હતા. કેશરીઆજી વિગેરે ઘણે ઠેકાણે આવા હજારે નામ યત્ર તત્ર કોતરેલાં છે.
પ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org