________________
ઉપરના લેખ. નં. ૫ (૧૧૫)
અવલોકન, . ~~~~~~~~~~~~~~
~~~~~ ~ ~~~~~~~~ ~~~~ ~~~~ . અને પૂજન આદિક સઘળા (દેવપૂજા સંબંધી) કાર્યો સદૈવ કરવાં અને નિર્વાહવાં.
તથા, શ્રી ચંદ્રાવતીના બીજા પણ સમસ્ત મહાજન અને સકલ જિનમંદિર પૂજક આદિ શ્રાવક સમુદાયે પણ તેમજ કરવું.
પછી, ઉવરણ અને કીસરઉલી ગ્રામના, પ્રાગ્વાટ, ધર્મટ આદિ જુદી જુદી જાતના આગેવાન શ્રાવકનાં નામે આપ્યાં છે. અને જણાવ્યું પહાણના ઢગલાઓ છે, તે સ્પષ્ટ રીતે આપી રહ્યા છે. મંત્રી તેજપાલની ધર્મપરાયણ અને પતિવ્રતા પત્ની અનુપમાદેવી આજ નગરીના રહેવાસી પારવાડ મહાજન ગગાના પુત્ર ધરણિગની પુત્રી હતી. કહેવાય છે કે, જ્યારે જ્યારે મુસલમાનોની સેનાઓ આ રસ્તે થઈને નિકળતી ત્યારે ત્યારે આ વૈભવશાલિની નગરીને લૂંટવામાં આવતી હતી. આવી વિપત્તિના લીધે આખરે આ નગરી સર્વથા ઉજડ થઈ ગઈ અને અહિંના રહેવાસિઓ પ્રાચક્કરીને ગુજરાતમાં જઈ વસ્યા. અહિં આરસપહાણના બનેલાં ઘણું મંદિર હતાં જેમાંના કેટલાએકનાં દ્વારા, તોરણે, અને મૂર્તિઓ આદિ ઉપકરણો ઉખાડી ઉખાડી લેઓએ દૂર દૂરના બીજા મંદિરમાં લગાડી દીધાં, અને જે બાકી રહ્યાં હતાં તે રાજપૂતાના માલવા રેલ્વેને કંટ્રાકટરોએ તોડી હાંખ્યાં. ઈ. સ. ૧૮૨૨ ( વિ. સં. ૧૮૭૯) માં “રાજસ્થાન” નામક પ્રસિદ્ધ ઇતિહાસના લેખક કર્નલ ટાડા સાહેબ અહિં રખાવ્યા હતા. તેમણે પિતાના “ટ્રાવેલ્સ ઈન વેસ્ટર્ન ઈન્ડીઆ ’ નામનું પુસ્તકમાં અહિંના બચેલા કેટલાંક મંદિરાદિનાં ચિત્રો આપ્યાં છે, જેમનાથી તેમની કારીગરી અને સુન્દરતા આદિનું અનુમાન થઈ શકે છે. ઈ. સ. ૧૮૨૪ (વિ. સં. ૧૮૮૧) માં સર ચાર્લ્સ કોલિવલ સાહેબ પોતાના મિત્રો સાથે અહિં આવ્યા ત્યારે આરસપહાણના બનેલાં ર૦ મંદિરો અત્રે ઉભાં હતાં જેમની પ્રશંસા એ સાહેબે કરી છે. વર્તમાનમાં આ જગ્યાએ એક પણ મંદિર સારી સ્થિતિમાં નથી. એક વૃધ્ધ રાજપૂતે વિ. સં. ૧૯૪૪ માં હને અહિંના મંદિરની બાબતમાં કહ્યું હતું કે “રેલ્વે (રાજપૂતાના માલવા રેલ્વે) થવાની પહેલાં તો આ ઠેકાણે અનેક આરસના બનેલાં મંદિર વિદ્યમાન હતાં પરંતુ જ્યારે રેલ્વેના કંટ્રકટરેએ અહિંના પત્યરે લઈ જવા માટે કંટ્રાકટ લીધે ત્યારે તેમણે તે ઉભા રહેલાં મંદિરોને પણ તોડી પાડી, તેમના પત્થરે લઈ ગયા. આ વાતની જ્યારે રાજ્યને ખબર પડી ત્યારે તેમને તે પત્થર લઈ જતા બંધ કરવામાં આવ્યા, તેથી તેમના ભેગા કરેલા પત્થરોના ઢગલાઓ હજુ સુધી ચંદ્રાવતી અને માવલની વચમાં ઠેકાણે ઠેકાણે પડી રહેલા છે. અને કેટલાક પત્થરો સાંતપુરની પાસે પડેલા છે.” આવી રીતે એ પ્રાચીન નગરીના મહત્વને ખેદજનક અંત આવ્યો. હવે તો તે અનુપમ મંદિરનાં દર્શન મહાનુભાવ કર્નલ ટાડે આપેલા સુંદર ચિત્રો સિવાય કોઈપણ રીતે થઈ શકતાં નથી.– પૃષ્ઠ. ૪૧-૪૨,
૫૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org