________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ
(૧૧૪).
[ આબુ પર્વત
તેની કુક્ષિથી અવતરેલા પુત્ર મહેબ શ્રી લુણસિંહના પુણ્ય અને યશની અભિવૃદ્ધિ માટે, શ્રી અર્બુદાચલ ઉપર, દેઉલવાડા ગામમાં, સમસ્ત દેવકુલિકાલંકૃત અને વિશાલ હસ્તિશાળવડે શેભિત “શ્રી લુણસિંહવસહિકા નામનું નેમિનાથ તીર્થંકરનું આ મંદિર કરાવ્યું.
નાગેન્દ્રગચ્છના શ્રી મહેન્દ્રસૂરિની શિષ્યસંતતિમાં, શ્રી શાંતિસૂત રિના શિષ્ય, શ્રી આણંદસૂરિના શિષ્ય, શ્રી અમરચંદ્રસૂરિના પટ્ટધર શ્રી હરિભદ્રસૂરિના શિષ્ય શ્રી વિજયસેનસૂરિએ, આ મંદિરની પ્રતિષ્ઠા
કરી.
આ ધર્મ સ્થાન (મંદિર)ની વ્યવસ્થા અને રક્ષણ માટે જે જે શ્રાવકે નિયમવામાં આવ્યા છે તેમનાં નામો આ પ્રમાણે
મહં. શ્રીમલદેવ, મહં. શ્રીવાસ્તુપાલ, મહં. શ્રી તેજપાલ આદિ ત્રણ ભાઈઓની સંતાન પરંપરાએ; તથા મહં. શ્રીલુણસિંહના માતુપક્ષમાં (મેશાળમાં) ચંદ્રાવતી નિવાસી પ્રાગ્વાટજ્ઞાતિના ઠ૦ શ્રી સાવદેવના પુત્ર,ઠ, શ્રી શાલિગના પુત્ર, ઠ૦ શ્રી સાગરના પુત્ર,ઠ૦ શ્રી ગાગાના. પુત્ર, ઠ૦ શ્રી ધરણિગ, તેને ભાઈ મહં. શ્રી રાણિગ, મહંશ્રી લીલા તથા ઠ૦ શ્રી ધરણિગની ભાર્યા ઠ૦ શ્રી તિહણદેવીની કુક્ષિથી જન્મેલી મહં. શ્રી અનુપમાદેવીના ભાઈ ઠ૦ શ્રી ખીંબસીહ, ઠ૦ શ્રી આંબસહ, અને ઠ૦ શ્રી ઉદલ તથા મહંશ્રી લીલાના પુત્ર મહું. શ્રી લુણસિંહ તથા ભાઈ હ૦ શ્રી જગસાહ અને ઠ૦ રત્નસીહના સમસ્ત કુટુંબે તથા એમની જે સંતાન પરંપરામાં થાય તેમણે, આ ધર્મસ્થાનમાં સ્નાન
: ચંદ્રાવતી પરમારોની રાજધાની હતી. તે એક સાંદર્યપૂર્ણ અને વૈભવલિની નગરી હતી. તે આજે સર્વથા નષ્ટ થઈ ગઈ છે. માત્ર કેટલાક ઐતિહાસિક પ્રબંધ-લે શિવાય તેનું નામ પણ આજે અસ્તિત્વમાં નથી. એના વિષયમાં પં. ગૌરીશંકર ઓઝાએ, પિતાના સિરર આ તહાસ પામક પુસ્તકમાં આ પ્રમાણે જણાવે છે –
“ચંદ્રાવતી–આબુરોડ સ્ટેશનથી લગભગ ૪ માઈલની દક્ષિણે દૂર દૂર સુધી ચંદ્રાવતી નામક પ્રસિદ્ધ અને પ્રાચીન નગરીના ખંડેરો નજરે પડે છે. આ નગરી પહેલાં પરમારની રાજધાની હતી અને બહુજ સ્મૃદિશાલિની હતી. એ વાતની સાક્ષી, આ સ્થાને જે અનેક ભગ્નમંદિરનાં ચિહે તથા ઠેકાણે ઠેકાણે પડી રહેલા આરસ
૫૨ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org