________________
પ્રાચીનજનલેખસંગ્રહ,
(૧૬)
[ ગિરનાર પર્વત
પ્રશસા કરી છે. કવિ કહે છે કે–વીરધવલ, ઘુંટણ સુધી લાંબી ભુજાઓ સમાન પિતાના જાનુ પાસે રહેનારા આ બંને મંત્રિઓ દ્વારા સુખ અને લક્ષ્મીનું આલિંગન કરે છે.
૩૦–૩૧ પદ્યમાં અબુદગિરિ (આબુ પર્વત) નું મહાસ્ય વણિત છે. અને પછી પરમારને ઈતિહાસ પ્રારંભ થાય છે. એ આબુ પર્વત ઉપર વસિષ્ઠર્ષિના યજ્ઞકુંડમાંથી એક પુરૂષ ઉત્પન્ન થયે જેણે “પર” (શત્રુઓ) ને સંહાર કર્યો. આથી તેનું નામ “પરમારણ” (પરમાર) પડ્યું. (૫.૩૨) પછી એને વશ પણ “પરમારના નામે પ્રસિદ્ધિ પામ્યો. એ વંશમાં પાછળથી ધૂમરાજ નામને પરાક્રમી પુરૂષ થયે. (૫૩૩) તદનેતર ધંધુક અને ધ્રુવભટ નાદિ અનેક રાજા એ વશમાં થયા પછી રામદેવ નામે રાજા થયે. (પ. ૩૪) રામદેવને યોધવલ . નામને પ્રતાપી પુત્ર થયે, જેણે ચાલુક્યનુપતિ કુમારપાલના શત્રુ માલવપતિ બલ્લાલને ચઢી આવેલ જાણી તુરત તેની સામે થયે અને તેને મારી નાંખે.
* આ યાધવલના સમયને એક લેખ, સં. ૧૨ ૦૨ (ઈ. સ. ૧૧૪૬ ) ને માઘ સુદી ૪ ના દિવસને સિરોહી રાજ્યમાં આવેલા અજારી નામના ગાંવમાંથી મળેલે છે, તેમાં આને “મહામંડલેશ્વર' ( સામંત)
–પરમાર કૂર્તમામ રેશ્વર –-લખેલ છે. આની પટરાણીનું નામ સૌભાગ્યદેવી હતું. અને તેલંકીવંશની હતી. હેમચંદ્રાચાર્યના પાત્રમાર્ચ માં જણાવેલું છે, કે કુમારપાલ જ્યારે ચાહાણરાજા અર્ણોરાજ ઉપર ચઢાઈ લઈ ગયે તે વખતે ( વિક્રમ સં. ૧૨૯૭-ઈ. સ. ૧૧૫૦) આબુનો રાજા વિક્રમસિંહ હતો અને તે આબુથી કુમારપાલની સેના સાથે થયો હતો. જિનમંડનના કુમારપાલપ્રબં” અને બીજા ચરિત્ર ગ્રંથોમાં જણાવેલું છે, કે વિક્રમસિંહ લડાઈના વખતે કુમારપાલના શત્રુ અર્ણરાજ સાથે મળી ગયો. હો, જેથી કુમારપાલે તેને કેદ કરી તેના ભત્રીજા યશોધવલને આબુનું રાજ્ય આપ્યું હતું. આ ઉપરથી જણાય છે કે યશોધવલ, કુમારપાલને સામંત હતા અને જ્યારે માલવાના રાજા બલ્લાલે, ગુજરાત ઉપર ચઢાઈ કરી, ત્યારે, કુમારપાલ તરફથી યશોધવલ તેની સામે થયો અને અંતે તેને પકડી મારી નાંખ્યો.
૫૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org