________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ,
( ૪ )
[ ગિરનાર પર્વત
-
-
---------
--
ચંડાદિ જનસમુદાય સહિત આ પર્વત ઉપર આવ્યા હતા. બજેસે પિતાની નકલની અતે [૨ સં. ૨ (૨૭૬ ) ] આ પ્રમાણે સાલન { આંકડા આપ્યા છે અને તેના આધારે મહે પણ સં. ૧૨૭૬ ની સાલ આપી છે. બજેસે નિશીપમાનમક ના ઠેકાણે શીશીમ....પાઠ આપે છે જે કદાચ ઠીક હોય તે તે નામ ધનેશ્વરના ગુરૂ યા શિષ્યનું પણ હઈ શકે. પરંતુ એ બધું લેખની અપૂર્ણતાના લીધે અસ્પષ્ટ છે.
(૫૩) વસ્તુપાલના જે ત્રણ મદિરોનું વર્ણન ઉપરના લેખોમાં કરવા માં આવ્યું છે તેમાના મધ્ય મંદિરના મંડપમાં એક પાર્શ્વનાથની પ્રતિમા વિરાજમાન છે તેની બેઠકની નીચે આ નં. પ૩ ને લેખ કેતરે છે. : લેખને અર્થ આ પ્રમાણે છે-- -
મિતિ સં. ૧૩૦૫ વર્ષના વૈશાખ શુદિ ૩ શનિવાર, શ્રીપત્તિન '(અણહિલપુર) નિવાસી શ્રીમાલજ્ઞાતીય ઠ૦ વા (ચા) હડના પુત્ર મહે૦ પદ્ધસિંહના પુત્ર–5. પથિમિદેવીના અંગજ, મહણસિંહના નાના ભાઈઓ શ્રીસામંતસિંહ તથા મહામાત્ય શ્રી સલખણસિંહ (સલક્ષ ) એએએ પિતાના માતાપિતાના શ્રેય સારૂ અત્ર ( ગિરનાર ઉપર વસ્તુ પાલના મંદિરમાં?) શ્રી પાર્શ્વનાથનું બિંબ કરાવ્યું, જેની પ્રતિષ્ઠા વૃહગચ્છીય શ્રી પ્રદ્યુમ્રસૂરિના પટ્ટધર શ્રીમાનદેવસૂરિના શિષ્ય શ્રી જ્યાનંદસૂરિએ કરી છે.
આ લેખ મહત્ત્વ છે. કારણ કે આમાં પ્રથમ પુરૂષ જે વાહડ અથવા ચાહડનું નામ આપ્યું છે તે સુપ્રસિદ્ધ મંત્રી ઉદયનને પુત્ર હતે. આ લેખેત વ્યક્તિઓ સાથે સંબંધ ધરાવતે એક શિલાલેખ, પિોરબંદર રાજ્યમાં કાંટેલા નામના ગામમાં મહાકાલેશ્વરના મંદિરમાં આવેલે છે. એ લેખ ગુજરાત વર્નાકયુલર સોસાયટી (અમદાબાદ) તરફથી પ્રકટ થતા વાર નામના માસિક પત્રમાં–સન ૧૯૧૫ ને જાન્યુવારી માસના અંકમાં (પુસ્તક ૬૨ મું, અંક ૧ ) શ્રીયુત તનસુખરામ મનસુખરામ ત્રિપાઠી. બી. એ. એમણે પ્રગટ કર્યો છે. લેખાંતર્ગત
૪૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org