________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
( ૭૨ )
[ ગિરનાર પર્વત
(ખંભાત), દર્ભવતી (ડભેઈ). અને ધવલક્કક ( ધોળકા ) આદિ નગરોમાં, તથા અન્ય સમસ્ત સ્થાનમાં પણ કેડે નવા ધર્મસ્થાને. બનાવ્યાં અને ઘણું જીર્ણોદ્ધાર કર્યા.
તથા, સચિવેશ્વર વસ્તુપાલે, આ ( ગિરનાર પર્વત ઉપર પોતે કરાવેલા, શત્રુંજય મહાતીર્વાવતાર શ્રી આદિતીર્થકર કષભદેવ, સ્તંભનકપુરાવતાર શ્રી પાર્શ્વનાથદેવ, + સત્યપુરાવતાર શ્રી મહાવીરદેવ અને નામનું ગામ છે, તે છે. થાંભણ” એ પ્રાકૃત ‘ઘંભણય ” નુંજ રૂપાન્તર છે. અભયદેવસૂરિએ, એ જ ઠેકાણેથી “ ગતિદ્રુમન” એ આદિ વાક્યવાળું પાર્શ્વનાથ સ્તોત્ર રચી, પલાશના વૃક્ષોની ઘટા નીચે ભૂતલમાં દટાએલી પ્રાર્થ નાથની પ્રતિમા પ્રકટ કરી હતી. અને એ ગામના નામથી જ તે મૂર્તિની સ્તંભનક-પાર્શ્વનાથના નામે પ્રસિદ્ધિ થઈ. સ્વયં અભયદેવસૂરિએ પિતાના સ્તોત્રમાં પણ “ લિસ ! પાસ ! માયપુર – (સ્તંભનકપુરસ્થિત હે પાર્શ્વજિનેશ્વર ! ) આવો ઉલ્લેખ કરી તે મૂર્તિને “ સ્તંભનકપાર્શ્વનાથ' તરીકે ઓળખાવે છે. કેટલાક વિદ્વાને “સ્તંભનક' અને “સ્તંભતીર્થ' બંનેને એકજ (ખંભાત જ) સમજે છે, પરંતુ તે ભૂલ છે. આ ઘોટાળે પાછળથી સ્તંભન પાર્શ્વનાથની મૂર્તિ જ્યારે • સ્તંભનકપુર” માંથી લાવી “ સ્તંભતીર્થ" ( ખંભાત ) માં સ્થાપન. કરવામાં આવી, તેના લીધે થયેલું છે. કારણ કે વર્તમાનમાં “સ્તંભનકપાર્શ્વનાથની પ્રતિમા પણ “સ્તંભતીર્થ' માં જ વિદ્યમાન હોવાના લીધે તેનેજ “ સ્તંભનક” સમજવાની ભૂલ ઉભી થઈ છે. મેરૂતુંગસૂરિએ, વિ. સં. ૧૪૧૩ માં “ર્તમનાથ તિ” નામનો એક ગ્રંથ બનાવ્યો છે કે જે ફકત પાટણના એક ભંડારમાં અપૂર્ણરૂપે વિદ્યમાન છે. તેમાં જણાવ્યું છે કે – સં. ૧૨૬૮ વર્ષ ફરું જ વિખ્ત શ્રદ્ધમતીર્થે સમાચતમ્ (સં. ૧૩૬૮ માં આ -સ્તંભનકપાર્શ્વનાથનુંબિંબ સ્તંભતીર્થ (ખંભાત) માં આવ્યું છે.) આ ઉલ્લેખથી જણાશે કે વસ્તુપાલના સમયમાં તો સ્તંભનકપાશ્વનાથ મૂળ સ્થાન ( સ્તંભનકપુર) માં જ વિરાજમાન હતા અને તેથી એ મહામાત્યે તે ગામમાં મંદિર બનાવ્યું હતું. . " + “સત્યપુર” તે મારવાડમાં, ડિસા પ્રાંતમાં આવેલું હાલનું ‘સારે ગામ છે, તે છે. સાર ડીસા કૅપથી વાયુકણમાં ૨૦ ગાઉ ઉપર આવેલું છે. સત્યપુર નું પ્રાકૃતરૂપ “સચ્ચઉર થાય છે અને તેનું જ અપભ્રષ્ટ “સાચોર છે.
४८०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org