________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ. ( 9 )
[ ગિરનાર પર્વત ”
-----~------- ------------------- ચિંતામણિ જે વર્ણવ્યો છે. આ પદ્ય પછી છેવટે બીજા ત્રણ કે છે જેમાં, પહેલામાં લખ્યું છે કે– સ્તંભતીર્થ (ખંભાત) નિવાસી કાયસ્થ વાડના પુત્ર જૈત્રસિંહે, આ પ્રશસ્તિ (શિલાપટ્ટ ઉપર) લખી છે. બીજામાં લખ્યું છે–-સૂત્રધાર (સલાટ) બાહડના પુત્ર કુમારસિહ, આને ( ટાંકણુ વડે) કરી છે. ત્રીજા સ્લેકમાં જણાવ્યું છે કે– ત્રણ જગના સ્વામી એવા શ્રી નેમિનાથ અને તેમની શાસનસુરી દેવી અંબિકાના પ્રસાદથી, વસ્તુપાલના વંશને આ પ્રશસ્તિ સ્વસ્તિ કરનારી થાઓ.
એજ ( દક્ષિણ બાજુના ) મંદિરના દક્ષિણાદા દરવાજા ઉપર આ લેખોમાં કઠે નં. ૪૩) લેખ આવેલ છે. પ્રારંભમાં સંમેતતીર્થની સ્તુતિવાળું પદ્ય આપ્યું છે. પછી ઉપરના લેખ પ્રમાણેજ ગદ્ય ભાગ છે. અંતના ૯પ નાગેદ્રગચ્છના ભટ્ટારક x ઉદયપ્રભસૂરિના કરેલાં છે અને તેમાં વસ્તુપાલનાં યશ, રૂપ, દાન, અને પુણ્ય વિગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. છેવટે પ્રશસ્તિ લખનાર અને કોતરનારના વિષયના તેના તેજ ત્રણ કે આપેલા છે.
એજ દેવલના પૂર્વ બાજુના દ્વારની છાડલીમાં પ મ (નં. ૪૩) લેખ આવેલ છે. પ્રારંભને લેક ઘણેખર ઘસાઈ ગયેલ છે. ગદ્ય ભાગ ઉપર પ્રમાણે જ છે. ગદ્ય પછીના ૧૧પ માલધારી નરચંદ્રસૂરિના કરેલાં છે. તેમાં વસ્તુપાલના વિદ્યા, વિત્ત, ન્યાય, પરાક્રમ, દાન, વિવેક, ધર્મ અને કુટુંબનું વર્ણન છે. અંતિમ ત્રણ લેકે તેજ છે.
મુખ્ય–એટલે મધ્યગત–મંદિરની જમણી બાજુએ–અર્થાત્ ઉત્તર તરફ આવેલા મંદિરના પૂર્વ દ્વાર ઉપર, આ લેખમાં ૪ (ચાલુ નં. ૪૧ વાળે) લેખ આવેલું છે. પ્રારંભના શ્લેકમાં, અષ્ટાપદતીર્થની
૪ ઉદયપ્રભસૂરિ વસ્તુપાલના પિતૃપક્ષના ધર્મગુરૂ હતા. * નરચંદ્રસૂરિ તેને માતૃપક્ષના ધર્મગુરુ હતા.
४८२
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org