________________
પ્રાચીન જૈનલેખ પ્રહ.
( ૪૧ )
[ શત્રુંજય પર્વત
ગદ્યભાગમાં લખવામાં આવ્યું છે કે–પોતાના પરિવાર સમેત, અમાત્ય (પ્રધાન) શિરોમણિ વદ્ધમાનસાહ અને પદ્મસિંહસાહે, હાલાર પ્રદેશમાં, નવાનગર (જામનગર) માં, જામ શ્રી શત્રુશલ્ય (છત્રશાલ) ના પુત્ર શ્રી જસવંતજીના વિજયવંતા રાજ્યમાં, અંચલગચ્છના આચાર્ય શ્રી કલ્યા ણસાગરસૂરિના ઉપદેશથી, શ્રી શાંતિનાથનું મંદિર બંધાવવા રૂપ પુણ્ય કૃત્ય કર્યું. તથા ઉકત તીર્થકર આદિની ૫૦૧ પ્રતિમાની બે પ્રતિષ્ઠા કરાવી. તેમાં પ્રથમ સંવત્ ૧૬૭૬ વૈશાખ શુકલ ૩ બુધવારના દિવસે અને બીજી સંવત્ ૧૬૭૮ ના વૈશાખ શુકલ પ શુકવારના દિવસે. એવી રીતે મંત્રીશ્વર વદ્ધમાન અને પદ્મસિંહે ૭ લાખ રૂપિયા પુણ્યક્ષેત્રોમાં ખર્ચ કર્યા !
આ બંને લેખે ઉપરથી જણાય છે કે વાદ્ધમાન અને પદ્મસિંહ-બને ભ્રાતા જામનગરના તત્કાલીન પ્રધાન હતા અને તેઓ ચુસ્ત જૈનધર્મ હે જૈન ધર્મની ઉન્નતિ માટે પુષ્કળ પ્રયત્ન અને દ્રવ્યવ્યય કર્યો હતે. શ્રાવક હીરાલાલ હંસરાજે વર્તમાનના વિષયમાં વિનાનામ્યુચર માં નીચે પ્રમાણે હકીકત લખી છે.
વર્લ્ડમાન સાહને ઇતિહાસ આ પ્રમાણે છે –- તેઓ કાઠીયાવાડની ઉત્તરે આવેલા કછ નામના દેશમાં આવેલા અલસાણ નામે ગામના રહેવાસી હતા. તેઓ ઘણાજ ધનાઢય તથા વ્યાપારના કાર્યોમાં પ્રવીણ હતા. તે જ ગામમાં રાયસી સાહ નામના પણ એક ધનાઢય સેઠ રહેતા હતા. તેઓ બંને વચ્ચે વહેવાઈનો સંબંધ હતા. તેઓ બંને જૈનધર્મ પાળતા હતા. એક દિવસે જામનગરના રાજા જામસાહેબે તે અલસાણાના ઠાકરની કન્યા સાથે લગ્ન કર્યા. તેમાં જામીના કહેવાથી તે કુંવરીએ દાયજમાં પિતાના પિતા પાસે તે બંને સાહુકારો જામનગરમાં આવી વસે એવી માગણી કરી. તે માગણી તેના પિતાએ કબુલ રાખવાથી ઓસવાલ જ્ઞાતિના દસ હજાર માણસે સહિત તે બંને સાહુકારોએ જામનગરમાં આવી નિવાસ કર્યો.
ત્યાં રહી તેઓ અનેક દેશો સાથે વ્યાપાર કરવા લાગ્યા અને તેથી જામનગરની પ્રજાની પણ ઘણી આબાદી વધી. વળી તે બંને સાહુકાએ પિતાના દ્રવ્યનો સદુપયોગ કરવા માટે ત્યાં ( જામનગરમાં) લાખો પૈસા ખર્ચીને મોટા વિસ્તારવાળાં તથા દેવવિમાનો સરખાં જિનમંદિર બંધાવ્યાં.
४४८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org