________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
(૫૦)
[ શત્રુંજય પર્વત
૩૪ મે લેખ સચિકાદેવી, કે જે એસવલેની કુલદેવી ગણાય છે તેની મૂતિ ઉપર છે. મિતિ સં. ૧૩૭૧, માઘ સુદી ૧૪ સોમવાર. ઉકેશવશન વેસટ ગેત્રના સારા સલખણને પુત્ર સારા આજડ અને તેને પુત્ર સારા ગેસલ થયે. તેની ગુણમતી સ્ત્રીની કુખે ત્રણ પુત્રે થયા,-સંઘપતિ આસાધર, સારા લણસિંહ અને સંઘપતિ દેસલ. તેમાં છેલ્લા દસેલે, પિતાના પુત્ર સાવ સહજપાલ, સાવ સાહણપાલ, સા. સામંત, સાસમરા અને સારા સાંગણ આદિ પરિવાર સમેત, પિતાની કુલદેવી શ્રી સચ્ચિકા $ ની મૂતિ કરાવી.
૩૫ મે લેખ, એક પુરૂષ-સ્ત્રીના મૂતિ-યુગ્મ ઉપર કેટલે છે. બીજી બધી હકીકત ઉપર પ્રમાણે જ છે, પરંતુ છેવટે લખવામાં આવ્યું છે કે, સં. દેસલે પોતાના વૃદ્ધભ્રાતા સંઘપતિ આસાધર અને તેમની સ્ત્રી, શેઠ માઢલની પુત્રી રત્નશ્રીનું, આ મૂતિ–યુગલ બનાવ્યું છે.
૩૬ મો લેખ, વચમાંથી ટૂટી ગયેલ છે. ઉપલબ્ધ ભાગમાં લખેલું છે કે, સં. ૧૩૭૧ માં, સં. દેસલે રાણા શ્રીમહીપાલની, આદિનાથ ભગવાનના મંદિરમાં, આ મૂર્તિ બનાવી છે.
૩૭ મા લેખની મિતિ સં. ૧૪૧૪ ના વૈશાખ સુદી ૧૦ અને ગુરૂવારની છે. સં. દેસલના પુત્ર સારા સમરા અને તેની સ્ત્રી સમરશ્રીનું આ મૂતિ-યુગલ, તેમના પુત્ર સારા સાલિગ અને સારા સજજને બનાવ્યું છે અને કસૂરિના શિષ્ય દેવગુપ્તસૂરિએ એની પ્રતિષ્ઠા કરી છે.
" ઉપર લખવામાં આવ્યું છે કે, ડે. બુલ્ડર, તેમને મળેલ ૧૧૮ લેખમાંથી ૩૩ લેખે તે મૂળ સંસ્કૃતમાંજ આપ્યા છે અને પછી બાકીનાને માત્ર અંગ્રેજીમાં સારજ આપી દીધું છે. એ સારમાં, અર્વાચીન કાળના ઘણા ખરા શ્રાવકે અને કુટુંબનાં નામ આવેલાં
$ મૂળ લેખમાં, ચંદા (?) આવો ભ્રમિત પાઠ મૂકાણ છે પરંતુ પાછળથી તપાસ કરતા જણાયું કે તે “ચા ” નહિં પણ • ાિ ” પાઠ છે અને તે જ યોગ્ય છે,
૪૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org