________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
( ૩૪ )
[ શત્રુંજય પર્વત
પ્રતિષ્ઠા કરનાર સૂરિના ગુરૂ અને તેમના ગુરૂના વિષયમાં, આ લેખોમાં કેટલીક ઐતિહાસિક હકીકતે એવા રૂપમાં આપવામાં આવી છે કે જે નં. ૧૨ ના લેખમાં, તપાગચ્છના આચાર્ય શ્રી હીરવિજયસૂરિ અને વિજ્યસેનસૂરિની હકીકત સાથે ઘણું ખરી મળતી દેખાય છે. આવા સમાનાર્થ ઉલ્લેખથી કેટલાક વિદ્વાનનાં મનમાં એ લેખેત ઈતિહાસ માટે શકિત વિચારે ઉત્પન્ન થાય એમ છે, તેથી એ વિષયમાં કાંઈક ખુલાસો કરે આવશ્યક છે.
જિનચંદ્રસરિ માટે આ લેખમાં લખવામાં આવ્યું છે કે, તેમણે અકબર બાદશાહને પ્રતિબંધ આપ્યું હતું તેથી તેણે ખુશી થઈ તેમને “યુગપ્રધાન” નું મહત્ત્વસૂચક પદ આપ્યું હતું. તેમના કથનથી બાદશાહે બધા દેશમાં અષ્ટાદ્ધિક અમારી પળાવી હતી. તેવી જ રીતે જહાંગીર બાદશાહનું મન પણ તેમણે રંજિત કર્યું હતું અને પિતાના રાજ્યમાંથી સાધુઓને બહાર કાઢવા માટે તેણે જ્યારે
એક વખતે ફરમાન કાઢયું, ત્યારે તેમણે, બાદશાહને સમજાવી પાછું તે ફરમાન ખેંચાવી લીધું હતું અને આ પ્રમાણે સાધુઓની રક્ષા કરી હતી.
- જિનસિંહસૂરિ માટે પણ લખાયું છે કે–તેમણે પણ અકબરપાસેથી, એક વર્ષ સુધી, કેઈ મનુષ્ય માછલાં વિગેરે જલજંતુઓ ન મારી શકે તેવું ફરમાન મેળવ્યું હતું, અને કાશ્મીર, ગેળકુંડા, ગીજની પ્રમુખ દેશોમાં પણ તેમણે અમારી–જીવદયા પળાવી હતી. તથા જહાંગીર બાદશાહે તેમને “યુગપ્રધાન પદ આપ્યું હતું.
આ બંને આચાર્ય માટે કરેલું એ કથન ક્ષમાકલ્યાણકની ખરતરગચ્છની સંસ્કૃત પટ્ટાવલીમાં પણ મળે છે. ઉપર હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિના ઉપદેશથી અકબરે જે જે કામ કર્યા, તેમને પણ સંક્ષિપ્ત ઉલ્લેખ થઈજ ગમે છે. આ ઉપરથી, એવી શંકા સહજે ઉત્પન્ન થાય છે કે અકબરે આવી જાતનું માન તપગચ્છના આચાર્યોને આપ્યું કે ખરી રગચ્છના આચાર્યોને? કારણ કે બંને સમુદાયે પિતપોતાના લેખમાં પિતાપિતાના આચાર્યોને તેવું માન મળ્યાને ઉલ્લેખ કરે છે. એ શકાનું નિર્મુલન આ પ્રમાણે થાય છે,
૪૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org