Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાનુવાદ સહિત ત્રણ શાન મિથ્યાત્વના સાગથી થાય છે. વિસંગ–અહિં “વિ” શબ્દ વિપરીત અને વાચક છે. જે વહે રૂપિ દિન વિપરીત સંગ–બોધ થાય તે વિસંગજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન અવધિજ્ઞાનથી ઉલટું છે. તથા “પરિ સર્વથા અર્થમાં છે, કાર -જાણવું, કરિ મરો મર્યવા-મનના ભાવેનું સર્વથા પણે જે જ્ઞાન થાય તે મન:પર્યાવજ્ઞાન એટલે કે જે દ્વારા અહીદ્વીપમાં રહેલ સણી પંચેન્દ્રિના મનગત ભાવ-વિચારે જાણી શકાય તે મન:પર્યાવજ્ઞાન અથવા મન:પર્યયજ્ઞાન કહેવાય છે. અથવા સંપૂર્ણપણે મનને જે જાણે તેમના પર્યાયજ્ઞાન. અથવા મનના પર્યાયે-એટલે ધર્મો, બાહ્ય વરતુને ચિન્તન કરવાના પ્રકાર-પદાર્થને વિચાર કરતાં મને વગણ વિશિષ્ટ આકારરૂપે પરિણમે છે તેનું જે જ્ઞાન તે મન પર્યાયજ્ઞાન. તથા કેવળ એટલે એક. એક જે જ્ઞાન તે કેવળજ્ઞાન, એક હેવાનું કારણ આ જ્ઞાન મત્યાદિજ્ઞાન નિરપેક્ષ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે-છાઘસ્થિક સત્યાદિ ચાર જ્ઞાન નષ્ટ થાય ત્યારે કેવળજ્ઞાન થાય છે.' અથવા કેવલ એટલે શુદ્ધ પૂર્ણ જ્ઞાનને આવનાર કમલરૂપ કલંકને સર્વથા નાશ થવાથી શુદ્ધ જે જ્ઞાન તે કેવળજ્ઞાન. અથવા કેવલ એટલે સંપૂર્ણ પ્રથમથી જ સર્વથા કેવલજ્ઞાનાવરણીને ક્ષય થવાથી સંપૂર્ણપણે જે ઉત્પન્ન થાય તે કેવળજ્ઞાન, અથવા કેવલ એટલે અસાધારણ. તેના જેવું બીજું જ્ઞાન ન હોવાથી અસાધારણ જે જ્ઞાન તે કેવળજ્ઞાન. અથવા કેવળ એટલે અનંત, અનંત વ વસ્તુને જાણુતું હોવાથી અનંત જે જ્ઞાન તે કેવળજ્ઞાન. આવી રીતે પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એમ આઠ પ્રકારે સાકારજાગ છેપ્રતિ વર્તાના નિર્ણયરૂપ જે વિશેષ જ્ઞાન તે આકાર, અને આકારયુક્ત જે જ્ઞાન તે સાકાર કહેવાય, “આકાર એટલે વિશેષએવું શાસ્ત્રવચન છે. અહિ પહેલાં જે અજ્ઞાનને નાશ કર્યો છે તે સઘળા છાને પહેલાં અજ્ઞાન હેય છે. અને પછી સમ્યકત્વ પ્રાપ્ત થાય ત્યારે જ્ઞાન થાય છે એ જણાવવા માટે છે તથા ચક્ષુદર્શન-૨ અચક્ષુદર્શન, ૩ અવધિદર્શન અને કેવળદર્શન-એમ ચાર પ્રકારે અનાકાર ઉપગ છે. પૂર્વોક્ત સ્વરૂપવાળે આકાર-વિશેષ રહિત ઉપગ તે અનાકાર ઉપયોગ કહેવાય છે. તેમાં ચક્ષુદ્વારા રૂપ વિષયનું જે સામાન્ય
૧ સી જીવ કઈ પણ પદાર્થને વિચાર કરવાનું હોય ત્યારે કાયમ વડે મનાવણા ગ્રહણ કરે છે. અને જે જે પ્રકારે ચિન્તન કરે છે તે તે રૂપ મને વગણને પરિણામ થાય છે તેને દગ્ય મન કહે છે, તે મવર્ગણાના પરિણામને મન થવાની પ્રત્યક્ષ જાણે છે, અને ચિંતનીય વસ્તુને અનુમાનથી જાણે છે. અને વર્ગખાના અમુક જાતને આકાર છે, માટે આ ક્ષેત્રમાં રહેલા આ જીવે આ પદાર્થને આવે વિચાર કર્યો છે, આ જ્ઞાન અઢી દ્વીપ અને બે સમુદ્રમાં રહેતા સશિના મને ગત ભાવવિષયક હોય છે.
૨ શંકાસંક્ષેપથી ઇન્દ્રિય અને મનવડે થતા પદાર્થના સામાન્ય બેધને ઈન્દ્રિયદશન કહી અવધિ તથા કેવળદર્શન એમ દર્શનરૂપ અનાકાર ઉપગના ત્રણ ભેદ બતાવવા જોઈએ અથવા વિસ્તારપૂર્વક સમજાવવા સ્પર્શનાદિ ઈન્દ્રિયો અને મન દ્વારા થતા સામાન્ય બોધને પશનદર્શન, રસનદર્શન, ઘાણદર્શન, ચક્ષુદર્શન, શોરદશન તથા મનદશન તરીકે કહી અવષિ તથા કેવળ દર્શન સહિત દર્શનના આઠ ભેદ જણાવવા જોઈએ તેને બદલે અહિં ચાર જ ભેદ કેમ જણાવ્યા?
સમાધાનઃ-લેક વ્યવહારમાં ચક્ષુની પ્રધાનતા હેવાથી તેના દ્વારા થતા સામાન્ય બોધને ચશ્નદશન કહી શપ ઈ તથા મન દ્વારા થતા સામાન્ય બોધને વિસ્તારના ભયથી ભિન્ન-ભિન્ન દર્શન રૂપે ન બતાવતાં લાઘવ માટે અચક્ષુદર્શનમાં સમાવેશ કરેલ છે, તેથી ચાર ભેદ જ ચોગ્ય છે. આ હકીકત પ્રથમ કર્મગ્રંથ ગા. ૧૦ના મૂળ રબામાં જણાવેલ છે.