Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાનુવાદ સહિત,
ચિજન પ્રમાણ મેટામાં મોટું હેઈ શકે છે. તેથી તે શેષ શરીરની અપેક્ષાએ બૃહત પ્રમાણવાળું. છે ક્રિય શરીરથી આ શરીરની મોટાઈ "ભવધારણીય સહજ શરીરની અપેક્ષાએ જાણવી. નહિત ઉત્તર વૈક્રિય એક લક્ષજન પ્રમાણ પણ હોય છે. આ પ્રમાણે હારિક -શરીરનું સ્વરૂપ કહીં. ઔદારિકમિશ્ર મનુષ્ય અને તિર્યંચાને અપર્યાપ્તાવસ્થામાં હોય છે, અને કેવલિસમૃદણાતાવસ્થામાં પણ બીજા છઠ્ઠા અને સાતમા સમયે હોય છે. તથા મહિને હવે કાશ્મણ શરીરનું સ્વરૂપ કહે છે- કર્મથી ઉત્પન્ન થયેલ કમરૂપ જે શરીર એટલે કેઆઠે કર્મની અનાનસ વગણએ જે આત્માની સાથે પાણી અને દૂધની જેમ એકાકાર, થયેલી છે તેને જે પિંડ તે કાર્મgશરીર છે. કામણશરીર તે અવયવી છે અને કર્મની દરેક -ઉત્તર પ્રકૃતિએ અવયવ છે, કામgશરીર અને ઉત્તર પ્રકૃતિએને અવયવ-અવયવીભાવ સંબંધ - છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે--કમને વિકાર, આઠ પ્રકારના વિચિત્ર કમ બનેલું. અને સઘળાં શરીરનું કારણભૂત જે શરીર તે કામણશરીર જાણવું, આ કામgશરીર ઔદારિકાદિ સઘળા શરીરેનું કારણભૂત-બીજભૂત છે. કારણ કે ભવપ્રપંચની વૃદ્ધિ થવામાં બીજભૂત કાર્મરણશરીરને જ્યારે મૂળથી નાશ થાય ત્યારે બાકીનાં શરીરની ઉત્પત્તિનો સંભવ જ નથી, કામણુશરીર છે ત્યાં સુધીજ શેષ શરીર અને સંસાર છે. આ કામgશરીર એક ગતિમાંથી આજી ગતિમાં જવા માટે ઉત્કૃષ્ટ સાધન છે. કહ્યું છે કે—કામણશરીરથીજ યુક્ત આત્મા મરણ દેશને છેડી ઉત્પત્તિ સ્થાન તરફ જાય છે.
પ્ર જ્યારે કામgશરીર યુક્ત આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે ત્યારે જતા આવતા કેમ દષ્ટિપથમાં આવતું નથી–દેખાતે નથી? ઉ–કર્મ પુદગલો અત્યન્ત -સૂકમ હોવાથી તે ચક્ષુ આદિ ઇન્દ્રિયના વિષયભૂત થતા નથી. બીજાઓએ પણ કહ્યું છે કે“એક ભવમાંથી બીજા ભવમાં જતાં વરચે ભવશરીર-ભવની ચાથે સંબંધવાળું શરીર છતાં પણ નીકળતાં અને પ્રવેશ કરતાં સૂક્ષમ હોવાથી દેખાતું નથી. પરંતુ નહિ દેખાવાથી તેને અભાવ ન સમજ.' આ પ્રમાણે ચાર પ્રકારે મ ગ, ચાર પ્રકારે વચનગ અને સાત પ્રકારે કાયમ એમ પદર જે કહા. અહિં કઈ શંકા કરે કે તેજસશરીર પણ છે કે જે ખાધેલા આહારના પાકનું કારણ છે, અને જે વડે વિશિષ્ટ તથા વિશેષથી ઉત્પન્ન થયેલ તેજલેશ્યાલમ્બિવાળા પુરુષની તેજલેશ્યાનું નીકળવું થાય છે. તે શા માટે તે કહી નહિ એટલે કે તેજસચાગ જુદે કેમ ન કહો? તેના જવાબમાં કહે છે કે-ૌજય શરીર હમેશાં કામ સાથે આવ્યભિચારી –નિયત સંબંધવાળું હોવાથી તે કામણના ગ્રહણ કરવા વડે તેનું પણ ગ્રહણ કર્યું છે એમ સમજવું. આ પ્રમાણે ચાનું સ્વરૂપ કહ્યું.
ગેનું સ્વરૂપ કહીને હવે ઉપગે કહે છે –
૧ જન્મથી મરણ પતિ જે રહે તે ભવધારણીય શરીર કહેવાય. ૨ પિતાના મળશરીરથી અન્ય જે શરીર કરવામાં આવે તે ઉત્તર ક્રિય કહેવાય. ઉત્તર એટલે બીજું. આ શરીર એક સાથે એકે અને તેથી વધારે પણ કરી શકાય છે.