Book Title: Panch Sangraha
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ટીકાનુવાલ સહિત એકાંત અનિત્યરૂપ છે ઈત્યાદિ જે પ્રકારે વસ્તુ સ્વરૂપ નથી તે પ્રકારે તેનો વિચાર કરવામાં તત્પર મન તે અસત્ય મન કહેવાય. સત્યાસત્ય એટલે કંઈક સત્ય કઈક અસત્ય, મિશ્રિત થયેલ હોય છે. જેમકે ધવ, ખેર અને પલાશદિવડે મિશ્ર ઘણા અશોક વૃક્ષવાળા વનને, આ અશોકવન જ છે એ વિકલ્પ કરવામાં તત્પર તે સત્યાસત્ય-મિત્ર મન કહેવાય. અહિં ઘણાં અશોક વૃક્ષ હેવાથી સત્ય છે અને ધવાહિ બીજા વૃક્ષ હેવાથી અસત્ય છે. આ પ્રમાણે કંઈક સત્ય અને કઈક અસત્ય હોવાથી મિશ્ર માગ કહેવાય છે. વ્યવહાર નયના મતની અપેક્ષાએ આ પ્રમાણે એલાય છે, વાસ્તવિક રીતે (નિશ્ચયનયથી ) તે અસત્યમાં જ તેને અંતર્ભાવ થાય છે, કારણ કે જે સ્વરૂપે વરતુને વિચાર કર્યો છે તે પ્રકારે તે વસ્તુ નથી. તથા જે મન સત્ય રૂપ નથી તેમજ અસત્યરૂપ પણ નથી. તે અસત્યામૃષા મન કહેવાય છે. એટલે કે જ્યારે મન દ્વારા જે વિચાર થાય છે તે સત્યરૂપ ન હોય તેમજ અસત્યરૂપ પણ ન હોય ત્યારે તે અસત્ય-અમૃષા કહેવાય છે. અહિં સત્ય અને અસત્યનું સ્વરૂપ કહે છેજયારે વિપતિપત્તિ-વિવાદ ઉપસ્થિત થાય ત્યારે પદાર્થને સ્થાપન કરવાની બુદ્ધિથી સર્વાના મતને અનુસરીને જે વિકલપ-વિચાર કરવામાં આવે, જેમકે જીવ છે અને તે દ્રવ્યરૂપે સત્ અને પર્યાયરૂપે અસત્ છે તે સત્ય કહેવાય. કારણ કે આ પ્રમાણે નિર્ણય કરવામાં આરાધક ભાવ છે. અને જ્યારે વિવાદ થાય ત્યારે પિતાના મત પ્રમાણે વરતનું સ્થાપના કરવાની બુદ્ધિથી સર્વસના મતથી વિપરીત વિકલ્પ-વિચાર કરવામાં આવે, જેમકે–જીવ નથી, અથવા એકાંત નિત્ય છે, તે અસત્ય છે, કારણ કે આ વિકલ્પ કરવામાં વિશધક ભાવ છે. આવા સવરૂપવાળું સત્ય કે અસત્ય બને જેની અંદર ન હોય, પરંતુ જે વિકલ્પ પદાર્થ સ્થાપન કે ઉસ્થાપનની બુદ્ધિ વિના જ માત્ર સવરૂપનો જ વિચાર કરવામાં પ્રવર્ત, જેમકે હે દેવદત્ત “તું ઘડો લાવ, મને “ગાય આપ ઈત્યાદિ તે અસત્ય-અમૃષા મન કહેવાય. કારણ કે આવા વિકલ્પ દ્વારા માત્ર સવરૂપને જ વિચાર થતું હોવાથી યથાક્ત લક્ષણ સત્ય કે અસત્ય નથી. આ પણ વ્યવહાર નયના મતની અપેક્ષાએ જાણવું, નહિ તે વિપ્રતારણ-છેતરવું આદિ દુર –મલિન આશયપૂર્વક જે વિચાર કરવામાં આવે તેને અસત્યમાં અતભવ થાય અને શુદ્ધ આશયથી જે વિચાર કરવામાં આવે તેને સત્યમાં અંતર્ભાવ થાય છે. આ પ્રમાણે મનનામનેગના ચાર ભેદ કહા. જેમ મનના સત્ય આદિચાર ભેદ અને સ્વરૂપ કહ્યું તેમજ વચનના પણ સત્ય આદિ ચાર ભેદ અને તેનું સ્વરૂપ સમજવું. એ રીતે આઠ ચોગ થયા. હવે કાયોગના ભેદ કહે છે- જાણતામહસુનિસિથશબ્દને દરેકની સાથે સંબંધ હોવાથી ૧ ચયિમિશ, ૨ આહારકમિશ અને ૩ ઔદારિકમિત્ર-એ ત્રણ મિત્રના ભેદ અને મિશ્ર શબ્દ જોયા વિનાના વૈઠિય, આહારક અને ઔદારિક એ ત્રણ શુધના ભેદ છે. તેમાં શ્રદ્ધની વ્યાખ્યા કર્યા સિવાય બીજાની વ્યાખ્યા કરવાનું બની શકે તેમ નહિ હોવાથી પહેલા શુદ્ધ ભેદની વ્યાખ્યા કરે છે. કારણ કે શુદ્ધ ક્રિયાદિ ગે સમજ્યા વિના મિશ્રને સમજી શકાતા નથી. તેથી પહેલાં ગુની અને પછીથી મિશ્રની વ્યાખ્યા કરે છે. ગાથામાં પ્રથમ મિશ્રને નિર્દેશ કરવાનું કારણ જે કરે તે ચે થાય છે તે ક્રમ સૂચવવા માટે છે. તે આ પ્રકારે–જેમકે પહેલાં વયિમિશ્ર થાય છે અને પછી વૈક્રિય થાય છે, હવે તે દરેકને અર્થ કહે છે – અનેક પ્રકારની અથવા વિશિષ્ટ ક્રિયા કરનારું જે શરીર તે ક્રિય. તે આ પ્રમાણે તે શરીર