Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૪૬ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
બધાને જ સત્ ગણ્યા અને એના સમર્થનમાં બુદ્ધવચનોય ટાંક્યાં. આમ તેઓ સર્વાસ્તિવાદી હર્યાં અને કહેવાયા. સૌત્રાન્તિક બૌદ્દો તેમના આ મતનું ખંડન કરી અને મુદ્દવચનોનો અનુકૂળ અર્થ ઘટાવી માત્ર વર્તમાન ધર્મોને જ સત્ તરીકે સ્વીકારે છે. વૈશેષિકદર્શનના અસત્કાર્યવાદની છાયા આમાં દેખાય છે. વિજ્ઞાનવાદી બૌદ્ધો બધી જ ક્ષણિક વસ્તુઓને સત્ નહિ માનતાં માત્ર ક્ષણિક વિજ્ઞાનને જ સત્ માને છે. માત્ર વિજ્ઞાન યા ચેતનને જ સન્ માનવાની આ વાત તેમને શાંકર વેદાન્તીઓની સમાન ભૂમિકાએ મૂકે છે પરંતુ તે બન્ને વચ્ચે ભેદ એ છે કે, વિજ્ઞાનવાદીઓનું વિજ્ઞાન ક્ષણિક છે, ઉપરાંત તેઓ વિજ્ઞાનના નાના સન્તાનોમાં માને છે; જ્યારે શાંકર વેદાન્તીઓ વિજ્ઞાન—બ્રહ્મને ફૂટનિય અને એક જ માને છે. વિજ્ઞાનવાદીઓ સતની ત્રણ કોટિઓ સ્વીકારે છે : પરમાર્થ સત, સંતૃતિ સત્ અને પરિકલ્પિત સત. આપણે કહી શકીએ કે, એમને મતે ક્ષણિક વિજ્ઞાન જ પરમાર્થ સત્, બાહ્ય ક્ષણિક વસ્તુઓ સંતૃતિ સત્ અને નિત્ય દ્રવ્ય આદિ પરિકલ્પિત સત્. સંતિ સત્ અને પરિકલ્પિત સતને જેમ સત્તા પ્રકારો કહ્યા છે તેમ તેમને અસતના પ્રકારો પણ ગણી શકાય. શૂન્યવાદીઓ શૂન્યને અર્થાત્ પ્રજ્ઞાને જ સત્ માને છે. તેઓ પણ સતની ત્રણ કોટિ સ્વીકારે છે : પરિનિષ્પક્ષ, પરતન્ત્ર અને પરિકલ્પિત. જેનો સ્વભાવ સ્વતન્ત્ર છે તે પરિનિષ્પન્ન, જેનો સ્વભાવ પરતન્ત્ર છે તે પરતન્ત્ર અને જેનો સ્વભાવ કલ્પિત છે તે પરિકપિત. વિજ્ઞાનવાદી અને શૂન્યવાદીની વચ્ચે જો કોઈ ખાસ ભેદ હોય તો તે એટલો જ છે કે, એક પરમાર્થ સતને વિજ્ઞાન કહે છે જ્યારે બીજો પરમાર્થ સતને શૂન્ય—પ્રના કહે છે; ઉપરાંત, એક માને છે કે ધ્યાનની સાધના દ્વારા વિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે જ્યારે ખીજો માને છે કે બુદ્ધિ દ્વારા બુદ્ધિની ક્ષુદ્રતાનું ભાન થતાં પ્રજ્ઞાનો સાક્ષાત્કાર થાય છે.
:
પ્રારંભિક કાળમાં આપણે સતની વ્યાખ્યા બાંધવાના પ્રયત્નોની અપેક્ષા ન રાખી શકીએ. તે કાળે તો દર્શનકારોનું કાર્ય સ્વસમ્મત સત તત્ત્વોને ગણાવવાનું જ રહેતું. ન્યાય-વૈશેષિકો સત્ અને અસત્ ખે તત્ત્વોમાં માને છે. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય આ છ ભાવ પદાર્થો સત્ તત્ત્વના વિભાગો છે. અભાવ પદાર્થ એ એક અસત્ તત્ત્વ છે. ભાવ પદાર્થોમાંથીય ‘ અર્થ ' નામ તો તેઓ દ્રવ્ય, ગુણુ અને કમને જ આપે છે. સાંખ્યકારો ફૂટસ્થ નિત્ય પુરુષ અને પરિણામી પ્રકૃતિ બન્નેને સત્ ગણે છે. વેદાન્તીઓ માત્ર પુરુષને જ સત્ તરીકે સ્વીકારે છે. જૈનો જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ આ પાંચ દ્રવ્યોને અસ્તિકાયરૂપે વર્ણવે છે. બૌદ્ધો માત્ર ધર્મોને સત્ ગણે છે. સતની વ્યાખ્યા આપવાનું તો
આ પછી શરૂ થયું. ઔદ્દોએ સત્ નું લક્ષણ ક્ષણિકત્વ બાંધ્યું. તેમણે કહ્યું કે, ‘ચત્ સત્ તત્ ક્ષનિમ્ । ’ એથી તદ્દન ઊલટું શંકરે સત્ નું લક્ષણ ત્રિકાલાબાધિતત્વ આપ્યું અર્થાત્ એમને મતે ચૂંટસ્થ નિત્યતા જ સલ્લક્ષણ છે. આમ બૌદ્દોએ માત્ર પર્યાયો કે વિકારોને જ સત્ માન્યા જ્યારે શંકરે અમુક ખાસ વિશિષ્ટ અર્થમાં માત્ર દ્રવ્યને જ સત્ ગણ્યું. જૈનોએ દ્રવ્ય અને પર્યાય બન્નેને વસ્તુના સ્વભાવભૃત ગણ્યાં છે અને તેથી એમણે સતની વ્યાખ્યા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયોગિતા કરી છે. ઉત્પાદ-વ્યય પર્યાયના થાય છે એતે વ્ય ધ્રુવ રહે છે. આમ સરૂપ વસ્તુ દ્રવ્યપર્યાયાત્મક હોઈ તે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સિદ્ધ થાય છે. જૈનસમ્મત સલક્ષણુગત ધ્રૌવ્યનો અર્થ સાંખ્યની જેમ માત્ર સ્વભાવાચ્યુતિ જ લેવાય છે અને નહિ કે ફૂટસ્થ નિત્યતા. અલબત્ત, એ ધ્યાનમાં રાખવું જોઈ એ કે સાંખ્ય સતના બે ધોરણો—પરિણામી નિત્યતા અને કૂટસ્થ નિયતા——સ્વીકારે છે જ્યારે જૈન એકધારી રીતે સત નું એક જ ધોરણ—પરિણામી નિયતા—સ્વીકારે છે;
}
७
किं पुनस्तत्त्वम् ? सतश्च सद्भावोऽसतश्चासद्भावः । ન્યાયમાષ્ય ( વારી સં. ક્ષિરિક્ષ ), ૬૦ ર્
अर्थ इति द्रव्यगुणकर्मसु ।
વૈશવસૂત્ર, ૮. ૨. શ્. તત્ત્વાર્થસૂત્ર, પૂ૦ ૨૦
तद्भावाव्ययं नित्यम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org