Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
અશકયને શકય કરી ખતાવવાનો પડકાર ઝીલતી પત્ની : એક મધ્યકાલીન કથારૂઢિ : ૨૦૩ અને સમજાવ્યું કે આમ જ રાજા કીર્ત્તિસિંહને પોતે છેતર્યો હતો અને પવિત્રતા જાળવી હતી. જો પોતાને બગવું હોત તો દાદર પર બેસી બધું જોવાનું શા માટે કહેત ? અહીં સ્ત્રી વહેમી પતિએ ફેંકેલો જીવનનો પડકાર ઝીલી લે છે અને પોતાની બુદ્ધિચાતુરી વાપરી પોતાની પવિત્રતા પુરવાર કરી આપે છે.
કોઈ પણ દેશનું પરંપરાપ્રાપ્ત વાર્તાસાહિત્ય ઐતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ જોઈ એ તો તેમાં ઠીક ઠીક સમાન અને વારંવાર આવર્તન પામતા રહેતા હોય તેવા અંશો આપણને માલૂમ પડશે. તે જ પ્રમાણે કોઈ એક પ્રજાનાં આવાં પરંપરાગત વાર્તાસાહિત્યની ખીજી પ્રજાઓનાં તેવાં જ વાર્તાસાહિત્ય સાથે તુલના કરતાં વારંવાર કંઈક વિગતભેદે કે કંઈક રૂપાંતર સાથે અનેક સ્થળે મળતા હોય તેવા ધણા અંશો દેખાશે.
અહીં આપણે જોયેલી લક્ષ્મણની ખારમી શતાબ્દીની જૈન પ્રાકૃતરચના અને ત્યારબાદ પંદરમી શતાબ્દીની શુભશીલની રચના અને તે પછીની શામળની અઢારમી શતાબ્દીની રચનામાં એક જ કથાઢિ કેટલાંક આવર્તનો સાથે જળવાઇ રહેલી જોવા મળે છે. વળી આ જ કથારૂઢિ સિંધ દેશની લોકવાર્તામાં નજરે ચડે છે. પશ્ચિમની ચૌદમી સદીની ‘ડેકામેરોન'ની વાર્તામાં પણ આ જ કથાઢિ પ્રયોજાયેલી આપણે જોઈ શકીએ છીએ.
સંભવ છે કે જેમ જેમ આ પ્રકારનું કથારૂઢિના તુલનાત્મક અભ્યાસનું ક્ષેત્ર વિસ્તરતું જાય તેમ તેમ આપણને સંસ્કૃત, પ્રાકૃત, જૂની ગુજરાતી તથા લોકવાર્તામાંથી તેમ જ અન્ય ભાષાઓનાં તેવા જ સાહિત્યમાંથી અનેક વાર્તાઓ મળતી જાય. અહીં દર્શાવાયેલો અભ્યાસ માત્ર આ દિશામાં પ્રારંભ પૂરતો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org