Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 1
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મધ્યકાલીન ગુજરાતના મુખ્ય જૈન સાહિત્યકારોઃ ૨૦૭
આ લેખમાં હવે જે સાહિત્યકારો તથા એમની કૃતિઓનો પરિચય અપાશે તે ઈસવી દસમી તેમ જ પછીના સૈકાઓના લેખકો, બહુધા પદ્યના તો કોઈક ગદ્યના છે. તેમણે અપભ્રંશમાં ઊગતી (“જૂની') ગુજરાતીમાં અને ત્યાર પછીના કેટલાક સેકાથી અર્વાચીન ગુજરાતીમાં સાહિત્યસર્જન કે શાસ્ત્રરચના કરી છે. સાહિત્યના પ્રકારો તેમણે ખેડ્યા એ કયા હતા? આનો જવાબ આમ કહીને અપાય કે ધર્મકથા ને ફાગુ, રાસાને પ્રબન્ધ, કેટલાક મુકાબલે ગૌણ પદ્યપ્રકારો; એવી સેવા તેમની મૂલ્યવાન સાહિત્યના રૂપે છે.
અપભ્રંશમાં ગણનાપાત્ર કૃતિઓ મુખ્યત્વે આટલી છે : સ્વયંભૂદેવકૃત હરિવંશ તથા પઉમચરિય (પાચરિત્ર, રામકથા જૈન દૃષ્ટિએ), જેનું ગ્રન્થપૂર ૧૩,૦૦૦ શ્લોક છે તે મહાપુરાણ, પુષ્પદન્તકૃતં; ભવિસ્યત-કહા, ધનપાલકત; અને યોગીન્દ્રદેવની આ બે : ૧૦૫ દોહાનો યોગસાર તથા પરમાત્મપ્રકાશ.
આર્ય સંસ્કૃતિની જૈન શાખાએ ગુજરાતી ભાષાને કરેલા પ્રદાનના કવિઓમાં શાલિભદ્ર તથા સોમસુન્દરથી, અને લાવણ્યસમય આદિથી માંડી સંખ્યાબંધ સમર્થ સાહિત્યસાધકો છે. એમાંના મુખ્યતમની લંબાણભયે ઓછી-અધૂરી પણ નિરુપયોગી નહિ એવી પિછાન હવે કરાવીશું.
કવિ શાલિભદ્રસૂરિ વસ્તુપાલ-તેજપાલના સમયમાં થયા. તેમનું ૨૦૩ કડીનું કાવ્ય “ભરતેશ્વરબાહુબલિરાસ’ નામનું છે. વીરરસપ્રધાન ઓજસ્વન્ત એ કાવ્યમાં ઋષભદેવજીના પુત્ર ભરત અને બાહુબલિ વચ્ચે પિતાના રાજ્ય માટે થયેલા વિગ્રહનું વર્ણન કરાયું છે. એ કાવ્ય ઈસવી ૧૧૮૫માં રચાયું હતું.
એ સેકો બારમો. તેરમા તથા ચૌદમા ઈસવીસન દરમ્યાન રચાયેલી નીચે લખી સાત પદ્ય કે ગદ્યની કૃતિઓ નોંધપાત્ર છે. ૧. મહેન્દ્રસૂરિનું નાયકના ગુણસંકીર્તનાત્મક જંબુસમિ-ચરિત્ર (૧૨૧૦). ૨. વસ્તુપાલના ધર્માચાર્ય વિજયસેનસૂરિકૃત સુવર્ણન-મય મધુર કાવ્ય રેવન્તગિરિરાસો (આશરે ૧૨૩૧). ૩. વિનયસુન્દરની સુન્દર કેમકે અલંકારાત્મક, (આશરે) ૧૨૬૯ના વર્ષની રચના નામે નેમિનાથ. - ચતુપદિકા. આ ગુજરાતીમાં લગભગ પહેલું જ બારમાસી કાવ્ય છે. ૪. અંબદેવસૂરિનો સમરાસ (૧૩૧૫). આમાં એ સમયના મહાન સંઘપતિ સમરસિંહનું ચરિત્રનિરૂપણ
રૂડી રીતે કર્યું છે. પ. તરુણપ્રભસૂરિ (૧૩૫૫) સર્વપ્રથમ ગૂર્જર ગદ્યકાર છે. તેમના પ્રતિક્રમણબાલાવબોધમાંની
કથાઓનું ગદ્ય લાલિત્યમય છે, ઓજસ્વી છે અને એ ઉભય ગુણે કરીને મનગમ છે. ૬. ગૌતમસ્વામી રાસ (૧૩૫૬) ખંભાતમાં કવિ વિનયપ્રભનો ચેલો છે. એમાં આપણે એ કાવ્યના
નાયક જે ગણધર ગૌતમ, તેમના અનેક સદ્ગુણોના વર્ણન નિમિત્તે કવિએ કરેલાં પ્રકૃતિનાં રમ્ય વર્ણનો, ગુજરાતીમાં પહેલાં જ, વાંચીએ છીએ. કલમંડન (૧૯૯૪) પણ ગદ્યકાર હતા. તેમનો વ્યાકરણગ્રન્થ મુગ્ધાવબોધઔક્તિક વિખ્યાત છે. એ બાળકોને ભાષા શીખવવાના પુસ્તકમાં સમજૂતી આપતો ભાગ છે. એ ત્યારના સાદા ગુજરાતીમાં લખાયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org